• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Umreth, The Accused Of Raping Threatened The Woman, The Crime Was Registered By Viralizing The Photo Of The Rape On Social Media.

ધમકી:ઉમરેઠમાં દુષ્કર્મીના આરોપીએ મહિલાને ધમકી આપી, દુષ્કર્મના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા ગુનો નોંધાયો હતો

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાને ફરિયાદ પરત ખેંચવા ધમકી આપતા ગુનો નોંધાયો

ઉમરેઠમાં એક વર્ષ પહેલા પરિણીતા પર દૂષ્કર્મ ગુજારી તેના બિભત્સ ફોટા વાયરલ કરવા સબબ યુવક સામે ગુનો નોંધાયો હતો. આ શખસે પરિણીતાને ફરિયાદ પરત ખેંચવા વધુ એક વખત ધમકી આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

ઉમરેઠમાં રહેતા કૃણાલ જશવંત પરમારે એક વર્ષ પહેલા પરિણીતાને પુત્ર તથા પતિની મારી નાંખવાની ધમકી આપી તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ સમયે તેણે કેટલાક બિભત્સ ફોટા પાડી લીધાં હતાં. જે તેણે સોશ્યલ મિડિયા પર ચડાવી દીધાં હતાં. આ અંગે પરિણીતાએ સાયબર ક્રાઇમમાં કૃણાલ પરમાર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

દરમિયાનમાં 9મી સપ્ટેમ્બરના રોજ પરિણીતા બસ સ્ટેન્ડ પર હતી તે સમયે તેની પાસે કૃણાલ ધસી આવ્યો હતો અને અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું. જોકે, પરિણીતાએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જેના પગલે કૃણાલ ત્યાંથી જતો રહ્યો હતો. આ અંગે પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...