• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Umreth, A Police Complaint Was Lodged Against A Youth For Having An Affair With Sagira, Khambolaj Police Registered A Crime Against The Youth.

શારીરિક શોષણ:ઉમરેઠમાં સગીરા સાથે યુવકે અડપલાં કરતાં પોલીસ ફરિયાદ, ખંભોળજ પોલીસે યુવક વિરૂદ્ધ ગુનો નોંધ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઉમરેઠ તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષીય સગીરા સાથે ગામના જ યુવકે અવાર-નવાર મોબાઈલમાં મેસેજ કરી ઘરમાં ઘુસી જઈને શારીરિક અડપલાં કરતાં મામલો ખંભોળજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.ઉમરેઠ તાલુકાના એક ગામમાં એક પરિવાર રહે છે અને મજૂરી કામ કરી જીવન ગુજારે છે. તેમની 14 વર્ષની દીકરીને ગામમાં રહેતો રોનક ચંદ્રસિંહ ચૌહાણ અવારનવાર મોબાઈલ ઉપર ખોટા મેસેજ કરતો હતો.

દરમિયાન, થોડાં સમય અગાઉ રોનક તેણીના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેની જાણ સગીરાના પિતાની થતાં તેઓ યુવાનના પિતાને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ તેમણે આ મામલે યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...