તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઉમેટામાં કાર - સ્કૂટર અકસ્માતમાં બંને પક્ષે સામ- સામે ફરિયાદ નોંધાઇ

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • MGVCLના ઇજનેરના 1 લાખ બળજબરી પૂર્વક કઢાવી લેવા ધમકી

આંકલાવ તાલુાકના ઉમેટા ચોકડી પાસે વડોદારા યુવકની કાર અને યુવતીના સ્કુટર વચ્ચે અકસ્માત થયો હતો.ત્યારે યુવતીના બે ભાઇો દ્વારા અકસ્માત કરનારર એમજીવીસીએલના નાયબ ઇજનેરના રૂા 1 લાખ બળજબરી પૂર્વક કઢાવી લેવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

વડોદરાના રમેશકુમાર ઠાકોર 31મી માર્ચના કાર લઇને વડોદરાથી નીકળ્યા હતા અને પેટલાદ ડિવિઝન ઓફિસમાં ફરજ બજાવતા વિજયકુમાર.ડી. વાઢેર સાથે ગાડીમાં ઉમેટા બ્રીજ પસાર કરી ઉમેટા ચોકડીના વળાંક પર આવતા કારની આગળ જતા સ્કુટરની પાછળના ભાગે અથડાતા બહેન રોડ ઉપર પડી ગયા હતા. બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ હતી.

બીજા દિવસે સાંજના હિતેશભાઈએ પોતાના મોબાઈલથી રમેશકુમાર ઠાકોર ફોન કરી આંકલાવ પોલીસ મથક ખાતે બોલાવ્યા હતા. જ્યાં રમેશકુમાર ઠાકોરને જણાવ્યું કે, અમે ફરિયાદ નહીં કરીએ પરંતુ તમારે અમારી બહેન બિન્દુબેન રોજના રૂા 3500-4000 કમાય છે. જેથી તે પ્રમાણે રૂ 1 લાખ આપવા પડશે. નહીંતર પોલીસમાં ફરિયાદ આપીશ તમને છોડીશ નહીં તેમ કહીને ધમકી આપી હતી. વડોદરાના હિતેશકુમાર કાંતિલાલ મહેતાએ અકસ્માત અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ કારના ચાલક વડોદરા રહેતા અને સોજિત્રા એમજીવીસીએલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા રમેશકુમાર ઠાકોર દારૂ પીધેલી નશાની હાલતમાં હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો