તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • In Two More Arenas, Activists Rallied As The Congress Announced The List At The Last Minute For Fear Of A Mutiny In Charotar.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ પાલિકા ભાજપમાં બળવો:વધુ બે મેદાનમાં, ચરોતરમાં બળવાના ડરથી કોંગ્રેસ છેલ્લી ઘડીએ યાદી જાહેર કરતાંની સાથે જ કાર્યકરોએ બળાપો ઠાલવી રોષ વ્યકત કર્યો

આણંદ, નડિયાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

આણંદ- ખેડા જિલ્લામાં પાલિકા , જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીને લઇ છેલ્લા દસ દિવસથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. જોકે, કોંગ્રેસે બળવાના ડરે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની યાદી જાહેર કરી ન હતી. યાદી જાહેર થતાં જ આણંદ, નડિયાદ, બોરસદ અને ઉમરેઠ સહિતના ગામોમાં કોંગ્રેસમાં ચાલતી ખેંચતાણ બહાર આવી હતી. અને ટિકીટ ન મળતા કેટલાક કાર્યકરોએ રાજીનામા આપ્યા હતા. જ્યારે ભાજપમાં પણ 60 વર્ષ અને ત્રણ ટર્મના નિયમને કારણે જુના કાઉન્સિલરોની ટિકીટ કપાતા તેઓએ ભાજપની િનતી સામે રોષ વ્યકત કર્યો હતો અને આણંદના વોર્ડ નં. 6ના ભાજપના કાઉન્સિલર અનવરભાઇએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જયારે નડિયાદમાં પણ કેટલાક કાઉન્સિલરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આણંદ શહેરના ભાજપના અનવરભાઇએ બળવો કર્યો
આણંદ નગર પાલિકાના 52 બેઠકો પર ભાજપે 60 વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મ જીતેલા ઉમેદવાર ટીકીટ નહીં મળે તેવી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિયમ બન્યો હતો જેમાં આણંદ નગરપાલિકાના 10 કાઉન્સિલરોની ટીકીટ કપાઇ હતી. જેમાં વોર્ડ નં -6 ભાજપમાંથી એક માત્ર જીતેલા અનવરભાઇ વ્હોરા( ચ્હાવાળા) એ ભાજપ સંગઠનમાં રજૂઆત કરી હતી કે એક મુસ્લિમને ટીકીટ આપવા રજૂઆત કરી હતી તેમજ છતાં ભાજપે વોર્ડ નં 6 એક પણ બેઠક મુસ્લિમને આપી નથી. જેને લઇને અમાર વિસ્તારના પ્રશ્નોને વાંચા મળી રહે તે માટે સ્થાનિક રહીશોએ મને અપક્ષ ચૂંટણી લ઼ડવા જણાવ્યું હતું. જેથી મે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મારા વિસ્તારની જનતા મારી સાથે છે.તેથી કોઇ પણ સંજોકો ફોર્મ પાછું ખેંચવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. અનવરભાઇએ જણાવ્યું હતું કે, મારા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

ભાજપના દિનાબેન ભટ્ટે અપક્ષ ઉમેદવારી નોંધાવી
આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં વોર્ડ નં-09 ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા દિનાબેન જગદીશભાઇ ભટ્ટ તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપના આગેવાનો અને નેતાઓ તેઓને વોર્ડ નં -9માં ઉમેદવારી નોંધવવા અગાઉ જણાવ્યું હતું .તમને ટીકીટ મળશે તેમ જણાવ્યું હતું. જે તે વખતે રંજનબેન ભટ્ટે તેઓને ઉમેદવારી કરવા માટે જણાવ્યું હતું. તેમ છતાં છેલ્લી ઘડીએ તેઓને ટીકીટ આપી ન હતી.જેથી તેઓએ પાલિકાના પૂર્વ કાંતિભાઇ ચાવડાના વોર્ડ બળવો કરીને શનિવારે અપક્ષ ઉમેદવારી નોંધાવી ને પોતાનો વિરોધ જતાવ્યો છે.જોકે, વધુમાં દિનાબેન ભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી ભાજપ સાથે હતા અને તમામ કાર્યક્રમોમાં હાજરી આપી છે તેમજ પ્રજાલક્ષી યોજનાઓ પણ લોકો સુધી પહોંચાડી છે. તેમ છતાં છેલ્લી ઘડી સુધી મને અંધારામાં રાખી હતી અને અંતે ટિકીટ પણ આપી નહીં જેથી વોર્ડ નં. 9માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

નડિયાદ પાલિકાના ભાજપના કાઉન્સીલરે પણ બળવો કર્યો
નડિયાદ નગરપાલિકામાં ભાજપે ઉમેદવારી જાહેર કરી તેમાં અનેક નામો કપાયા છે. જોકે, તેમના લાગતા વળગતાને ટીકીટ આપી સાચવી લેવામાં આવ્યાં હતાં. પરંતુ વોર્ડ નં.13માં ભાજપની ગત ટર્મમાં ચૂંટાયેલા વિજયભાઈ રાવે અપક્ષ તરીકે ઉમેદવારી કરતાં હલચલ મચી ગઈ છે. નડિયાદ પાલિકાની ગત ટર્મમાં વિજયભાઈ રાવે વોર્ડ નં.13માં ભાજપના મેન્ટેડ પર ઉમેદવારી કરી હતી. જેમાં તેઓએ 769 મતોથી વિજેતા બન્યાં હતાં. પરંતુ ચાલુ સત્તાકાળ દરમિયાન સતત ત્રણ બેઠકમાં તેઓ ગેરહાજર હોવાનું જણાવી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. જોકે, આ મુદ્દે વિજયભાઈએ પણ ઉચ્ચ કક્ષાએ ધા નાંખતા સત્તાધિશોમાં દોડધામ મચી હતી. આખરે હાલની સામાન્ય ચૂંટણીમાં ભાજપે તેમને ટીકીટ ફાળવી નહતી. જેને કારણે વિજયભાઈ રાવે અપક્ષ ઉમેદવારી કરી છે અને સાથોસાથ તેમના પત્ની રંજનબહેન વિજયભાઈ રાવે પણ ઉમેદવારી કરી છે. તેમના આ નિર્ણયથી ભાજપમાં ચિંતાની લાગણી પેઠી છે.

ટિકીટ ન મળતા શહેર યુવા કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યુ
આણંદ નગરપાલિકાની ચુંટણીના ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીતિશકુમાર ગોહેલને વોર્ડ નં 9 માં નિરીક્ષકો સમક્ષ ફોર્મ ભરવા છતાં ટીકીટ નહીં મળતા પોતાનું રાજીનામું આપી દીધુ હતુ. આણંદ નગરપાલિકાની ચુંટણીના ફોર્મ ભરવાના શનિવારે અંતિમ દિવસે આણંદ શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી હતી. ત્યારે વોર્ડ નં 9 માં આણંદ શહેર કોંગ્રેસના પ્રમુખ નીતીનભાઈ ગોહેલ (પપ્પુ ગોહેલ)ને ટીકીટ નહીં મળતા શનિવારે બપોરે 12 કલાકે પોતાનું રાજીનામું આપી દીધુ હતુ.વધુમાં નીતીનભાઈ ગોહેલે જણાવેલ કે તેઓ છેલ્લા 19 વર્ષથી કોંગ્રેસ પક્ષની જવાબદારી નિભાવે છે.જો કે નિરીક્ષકો સમક્ષ ફોર્મ ભરવા છતાં ટીકીટ નહીં મળતા આખરે રાજીનામુ આપી દીધુ હતુ. તેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ સારી એવી કામગીરી કરી છે અને કપરા સમયમાં પણ કોંગ્રેસને સાથ આપ્યો છે તેમ છતાં છેલ્લી ઘડી સુધી ટિકીટ આપવાની વાત કરીને ટિકીટ આપી ન હતી જેના કારણે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો