કાર્યવાહી:બે માસમાં લાયસન્સ વિના વાહન ચાલનારને 1.89 લાખનો દંડ ફટકાર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર સહિત જીલ્લામાં ટ્રાફિકના નિયમોને ઐસી તેસી કરનાર ચાલકો સામે આરીટીઅો દ્વારા ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં બે માસમાં ડ્રાઈવિંગ લાયસન્સ વિના વાહન હંકારતા 70 ચાલકોને 1.89 લાખ ઉપરાંતનો દંડ ફટકારાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આણંદ જીલ્લામાં વાહન ચાહકોમાં ટ્રાફિક નિયમન જાગૃતિ માટે રોડ સેફટી અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આણંદ આરટીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે.આ સમયે વાહન ચાલકોને લાયસન્સ સાથે રાખવા વારંવાર સુચનાઓ આપવામાં આવતી હોય છે.આ અંગે આરટીઓ આર.પી.દાણીએ જણાવેલ કે જીલ્લામાં માર્ગો પર ટ્રાફિક નિયમન પાલન થાય તે માટે ટીમો બનાવી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવે છે.જે મુજબ જુલાઈ,ઓગસ્ટ મહિનામાં ટ્રાફિક નિયમન ભંગ બદલ કુલ 971 વાહન ચાલકો સામે કેસ કર્યા છે.તેમજ હેલમેટ, સીટ બેલ્ટ,ઓવર લોડ,હેલ્મેટ,સીટ બેલ્ટ,નિયમ મુજબની નંબર પ્લેટ વિના સહિત મોટર વ્હીકલ એક્ટની જુદા જુદા નિયમો મુજબ ગુનાનો ભંગ બદલ રૂ.5 લાખ 49 હજાર ઉપરાંત દંડ ફટકાર્યો છે.તેમજ ડ્રાઈવિંગ લાયસન્સ વિના બેફામ વાહન હંકારતા 70 વાહન ચાલકો સામે કેસ કરી સ્થળ પર રૂ.એક લાખ 89 હજાર ઉપરાંતનો દંડ ફટકારાયો છે.

અન્ય સમાચારો પણ છે...