તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીમાં ઘટાડો:બે દિવસમાં તાપમાન 4 ડિગ્રી ઉચકાતાં પારો 12 ડિગ્રી પહોંચ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપમાનમાં વધારો થતાં અગામી દિવસોમાં ઠંડી ઘટશે

આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા અેક સપ્તાહથી હાડ થીજાવી દે તેવા ચમકારા બાદ મંગળવારે એકા-અેક પંથકનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીઅે પહોંચતાં પંથકવાસીઆેને કાતિલ ઠંડીથી છુટકારો મળ્યો હતો.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના અધિકારી મનોજ લુણાગરીયાઅે જણાવ્યું હતું કે, ગત 25 જાન્યુઆરીથી લઇને 1 ફેબ્રુઆરી આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં સતત 8 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની અંદર રહેતા સર્વત્ર કોલ્ડવેવની અસર રહી હતી. જોકે, રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારથી આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં ચારેક દિવસ સુધી કાતીલ ઠંડીથી છુટકારો મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી આસપાસ રહેશે. એટલું જ નહિ મહત્તમ તાપમાન પણ 30 થી 35 ડિગ્રીની આસપાસ રહેશે. જેને લઈને સમગ્ર પંથકમાં કાતિલ ઠંડીથી થોડી રાહત મળશે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે આણંદ શહેર સહિત સમગ્ર પંથકમાં લઘુત્તમ તાપમાનનો પારો છેલ્લા બે દિવસમાં 4 ડિગ્રી ઉંચકાઈને 12 ડિગ્રી નોધાયો હતો. મહત્તમ તાપમાનનો પારો 31 ડિગ્રી નોધાયો હતો. તેમજ ઉત્તર પુર્વીય દિશામાંથી ફૂંકાતા ઠંડા બર્ફિલા પવનનો જોર પણ ઘટીને 1.5 પ્રતિ કલાકની ઝડપ નોઘાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો