ઉત્તરાયણ પક્ષીઓ માટે ઘાતક રહી:આણંદ જિલ્લામાં બે દિવસમાં 115 ઉપરાંત નિર્દોષ પક્ષીઓ પતંગ દોરાથી ઘવાયેલા મળ્યા

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતંગ રસીકોના મોજશોખના કારણે અનેક પક્ષીઓએ જીવન જોખમાયા
  • ઘાયલ પક્ષીઓને સારવાર માટે ઘણા સ્થળે સેવા કેન્દ્ર ઉભા કરાયાં હતા

આણંદ જિલ્લામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગ રસીકોએ મનભરી પતંગ ચગાવી હતી. જોકે, તેમના આ શોખના કારણે ગગન વિહાર કરતાં પક્ષીઓ માટે ઘાતક રહી હતી. જિલ્લામાં 115 ઉપરાંત પક્ષીઓ બે દિવસ દરમિયાન ઘાયલ થયેલા મળી આવ્યાં હતા. જેમને સારવાર કરાવવામાં આવી હતી.

ઉત્તરાયણના પાવન અવસર પર નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભવિદ્યાનગર દ્વારા ચાર સ્થળો પર પક્ષીઓ બચાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પતંગ રસીકોના રસીકોની દોરીથી પક્ષીઓ ઈજા કે મૃત્યુ પામે છે. આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે અને તેને બચાવવા આપણી સૌની નૈતિક ફરજ છે નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભવિદ્યાનગર સંસ્થા દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત આણંદ, વિદ્યાનગર, વાસદ કુલ 4 સ્થળો પર પક્ષી બચાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા દ્વારા આખું વર્ષ વન્ય જીવો અને પક્ષીઓ માટે કામગીરી કરવામાં આવે છે. પરંતુ ઉત્તરાયણના પર્વ નિમિત્તે જુના રામજી મંદિર, ટાઉનહોલ પાસે-આણંદ, પંચાલ હોલ પાસે-આણંદ, વાસદ મળી કુલ ૪ સ્થળોએ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત વર્ધમાન કરુણા ફાઉન્ડેશન તેમજ પેટલાદ જૈન એલર્ટ ગ્રુપ દ્વારા 14 જાન્યુઆરી તેમજ 15 જાન્યુઆરી " સેવ બર્ડ "પક્ષી બચાવો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પેટલાદ કોલેજ ચોકડી પશુ દવાખાના સંયોગથી મફતમા દોરીથી ઘવાયેલા પક્ષીઓ માટે સારવાર કરવામાં આવી હતી.તેમજ ગામમાં વિવિધ જગ્યાએ બેનર લગાડી કોન્ટેક નંબર પણ આપવામાં આવેલ હતો.ડો.ભરત બી પટેલ, ડો.શાહિદ સૈયદ,ડો બી.કે.ઠાકોર તથા પશુ દવાખાના નો સંપૂર્ણ સ્ટાફ તેમજ ફોરેસ્ટ વન વિભાગ રાજુભાઈ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી તમામ હાજર રહી સેવા પૂરી પાડી હતી.

આણંદ વેટરનરી હોસ્પિટલના પી.વી.પરીખ ના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના બે દિવસો દરમ્યાન દિવસે આણંદ,ઉમરેઠ,બોરસદ,પેટલાદ,વિદ્યાનગર,ચિખોદરા ચોકડી સહિતમાં કબૂતર, સમડી, સફેદ કાંકણસાર, કાળી કાંકણસાર, મોર તેમજ ઢોંક બગલો સહિત અનેક જગાએ 115 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા.આ પક્ષીઓને 15 દિવસ તમામ રીતે સાચવવામાં આવશે જે બાદ તેઓને વન માં છુટા મુકવામાં આવશે.આણંદ વેટરનરી હોસ્પિટલ ,વિદ્યાનગર નેચર કલબ,, જૈન એલર્ટ ગ્રુપ પેટલાદ તથા પશુ દવાખાના પેટલાદના સહયોગથી આ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.

મહત્વનું છે કે, સાંસદ મિતેષભાઈ પટેલે વાસદ કેમ્પની મુલાકાત પણ લીધી હતી. આ સેવા કરતા કાર્યકરોની સેવાભાવનાને બિરદાવી પણ હતી.તો બીજી તરફ આણંદ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રદીપ પટેલે પેટલાદ પશુ દવાખાના ની મુલાકાત લીધી તથા ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત દવાખાના માં એક ઇલેક્ટ્રિક પાણી ના બોર તથા પાણી ની ટાંકી બનાવવાની તેમની માંગણી હતી. જે તેઓએ પોતની જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી રૂપિયા 2.50 લાખ‌ ફાળવી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...