વીજીલન્સની ટીમોના દરોડા:આણંદમાંથી બે દિવસમાં રું. 7.48 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઇ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિજીલન્સે179 વીજમીટરો તપાસી 52માંથી વીજચોરી પકડી

આણંદ વીજીલન્સની ટીમોએ આણંદ શહેર સહિત જિલ્લામાં સપાટો બોલાવી સતત બે દિવસ સુધી દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. જેમા કુલ 179 વીજ મીટરો ચેકીંગ કરવામા આવતા 52 વીજધારકોને રંગેહાથ વીજચોરી કરતાં ઝડપી પાડીને 7.48 લાખ ઉપરાંતનો રકમનો દંડ ફટકાર્યો હતો.

જીલ્લામા વીજચોરી અટકાવવા માટે વીજીલન્સની ટીમોએ આણંદ શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં 4 થી મેના રોજ 6 વીજીલન્સ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે આણંદ શહેર ઉમરેઠ પેટલાદ સહિત ભાલપંથકના તારાપુર ખંભાતમાં દરોડા પાડીને ખેતી વિષયક અને કોર્મશીયલ વીજ મીટર તપાસમાં આવ્યા હતા.

જેમાં 2202 યુનિટની 23 વીજ ધારકોએ વીજ ચોરી કરવામાં આવી હોવાનું ખુલ્લા પામ્યું હતું. આથી વીજતંત્રએ અધિનયમ મુજબ 4,73,691 નો દંડ ફટકાર્યો હતો.તેમજ બીજા દિવસે પણ વીજીલન્સ ટીમોએ ચેકીંગ કાર્યવાહી ચાલુ રાખ્યું હતું.

જેમાં 5મી મેના રોજ વીજીલન્સી 7 ટીમોએ 105 વીજધારકોને ત્યાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં મીટર સાથે ચેંડા કરીને ડાયરેકટ લંગર નાખવા સહિત વિવિધ નુસખા અપનાવીને વીજચોરી કરતાં વીજધારકોને ત્યાં 8055 યુનિટની વીજ ચોરી ઝડપી રૂા 2,75,000 ઉપરાંતનો દંડ ફટાકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...