તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની વકી:ચરોતરમાં ત્રણ દિવસમાં પારો 3 ડિગ્રી ઉંચકાતા 33.5 પર પહોંચ્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગામી સપ્તાહમાં હળવાથી મધ્યમ વરસાદની વકી

આણંદ–ખેડા સહિત સમગ્ર પંથકમાં વરસાદના વિરામ બાદ છેલ્લા ત્રણ દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી ઉંકાઈને 33.5 ડિગ્રીએ પહોચ્યો હતો. જેને લઇને શુક્રવાર સવારથી જ પંથકવાસીઓને માથું ફાડી નાંખે તેવી ગરમી અનુભવાઈ રહી હતી.જો કે,રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી 27મી જૂન થી 3 જુલાઈ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા 48 કલાક દરમિયાન ખંભાત તાલુકાને બાદ કરતાં તમામ તાલુકાઓમાં મેઘરાજાએ બ્રેક મારી છે. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગની અગાહી અનુસાર શુક્રવારે આણંદ શહેર સહિત પંથકમાં મહત્તમ તાપમાનનો પારો 33.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 26.5 ડિગ્રી નોધાયો હતો.

જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86 ડિગ્રી નોધાયો હતો અને પવનની ગતિ 6 કિ.મી પ્રતિ કલાક નોધાઈ હતી. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાંચ દિવસ દરમ્યાન હવામાન મોટેભાગે ભેજવાળુ અને અંશત: વાદળછાયું રહેવાની અને છૂટાછવાયા જગ્યાએ હળવા વરસાદ પડવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...