ભાસ્કર વિશેષ:વર્ષ 2018 અને 2019માં 30 હજારથી વધુ અને કોરોનાકાળમાં માત્ર 8282 અરજી પર પ્રક્રિયા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ શહેરના પાસપોર્ટ કેન્દ્રમાં ચાર વર્ષમાં 38355 પાસપોર્ટની પ્રક્રિયા
  • કોરોના નિયંત્રણમાં આવી ગયો હોવાથી હવે રોજની 50ના બદલે 80 એપોઇન્ટમેન્ટ આપવાની હીલચાલ

એનઆરઆઇનું હબ ગણાતો આણંદ જિલ્લો 1998 માં ખેડા જિલ્લાથી અલગ થયા બાદ સ્થાનિક કક્ષાએ પાસપોર્ટ કઢાવવા માટે કોઇ વ્યવસ્થા નહીં હોવાથી વિદેશવાંચ્છુંઓએ પાસપોર્ટ કઢાવવા માટે ખાસ કરીને અમદાવાદ અને વડોદરા સુધી દોડવું પડતું હતું. અનેક રજૂઆતો બાદ આણંદમાં વર્ષ 2018 થી જીલ્લા કક્ષાએ પાસપોર્ટ કચેરી કાર્યરત કરાઇ હતી. ચાર વર્ષમાં કુલ 38355 પાસપોર્ટ કઢાવવામાં આવ્યા છે.

કોરોનાકાળમાં બે વર્ષમાં માત્ર 8284 પાસપોર્ટની પ્રોસેસ અહીંયાથી થઇ હતી. હવે કોરોના નિયંત્રણમાં આવી ગયો હોવાથી દરરોજ 50 ના બદલે 80 લોકોને પાસપોર્ટની પ્રક્રિયા માટે એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે.આણંદ પાસપોર્ટ કચેરીના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ શહેરની મુખ્યપોસ્ટ ઓફિસમાં જિલ્લાની પાસપોર્ટ ઓફિસ કચેરી 2018માં શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના વર્ષોમાં પાસપોર્ટ કઢાવવાનો પ્રવાહ વધુ હતો પરંતુ કોરોનાના કારણે છ મહિના કરતા વધુ સમય સુધી કેન્દ્ર બંધ રહેતા અને એપોઇન્ટમેન્ટની સંખ્યા પણ ખૂબ મર્યાદિત કરાતા છેલ્લા પોણા બે વર્ષમાં આ પ્રમાણ ઘટી ગયું હતું.

2018માં 14058, 2019માં 16013, 2020માં 4002 અને 2021માં 4282 પાસપોર્ટ કાઢવામાં આવ્યા છે. આમ શરૂઆતના બે વર્ષમાં 30,071 પાસપોર્ટ નીકળ્યા હતા. પરંતુ ત્યારબાદ કોરોના સંક્રમણ ફેલાતા 2020માં માત્ર ચાર માસ કામ થયું હતું તેમજ 2021માં પણ ચાર માસ કામ થયું હતું. તેના કારણે બે વર્ષમાં માત્ર 8284 પાસપોર્ટ નીકળ્યા છે. જો કે કોરોના સંક્રમણ ઘટતા જ વિદેશમાં વિઝા પક્રિયા હાથ ધરતા પુનઃ પાસપોર્ટ કઢાવવા માટેની અરજીમાં વધારો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...