તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદના મોગર ગામે કિરણભાઈ ઝાલા રહે છે. તેમને ફળીયામાં રહેતો 21 વર્ષીય સુનિલ ઝાલા તેમની પત્ની સાથે આડો સંબંધ રાખી રહ્યો હોવાનો વ્હેમ હતો. જેને પગલે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા. આ કારણથી જ સુનિલભાઈ છેલ્લાં ત્રણ માસથી વણસર ગામે રહેતા પોતાના બનેવીના ઘરે રહેવા જતા રહ્યા હતા. બીજી તરફ દસ દિવસ અગાઉ સુનિલભાઈ ઝાલા પોતાના અન્ય બનેવી આંકલાવ તાલુકાના નાની સંખ્યાડ ગામે રહેતા નરેન્દ્રભાઈ સોલંકીના ઘરે રહેવા ગયા હતા.
સોમવારે સુનિલભાઈએ તેમના બનેવી નરેન્દ્રભાઈને મોગર તેમના ઘરે રહેવા જવાનું જણાવ્યું હતું. જેને પગલે નરેન્દ્રભાઈએ ગામના ડેપ્યુટી સરપંચ રામાભાઈ સોલંકી સાથે બાઈક પર પોતાના સાળા સુનીલને બેસાડીને મોગર મુકવા ગયા હતા. સાંજે સાત-સવા સાત વાગ્યાની આસપાસ તેઓ ઘરમાં બેઠા હતા. એ જ સમયે કિરણ ઝાલા પોતાના હાથમાં ધારીયુ તેમજ તેનો ભાઈ મહેશ ઝાલા પોતાના હાથમાં ચપ્પુ લઈને અપશબ્દ બોલતા બોલતા આવી ચઢ્યા હતા. અને તું ગામમાં કેમ આવ્યો છે, આજે તો મારી નાખવો છે તેમ કહી ઝઘડો કર્યો હતો.
સુનિલનો નાનો ભાઈ મહેશભાઈ વચ્ચે પડતાં તેને જમણા ખભાના પાછળના ભાગે ચપ્પું મારી દીધું હતું. દરમિયાન સુનિલ દોડીને પોતાના વાડા તરફ ભાગ્યો હતો. ત્યારે પાછળ પડેલા બંને ભાઈઓએ તેનો પીછો કરી ઝડપી પાડી તેના પર હુમલો કર્યો હતો. તેના પેટ, પગ અને માથામાં ધારીયું અને ચપ્પું મારી દેતા સુનિલ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસમાંથી લોકો દોડી આવતા બંને ભાગી છૂટયા હતા. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે વાસદ પોલીસે બંને શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.