યુવકેે જીવન ટુંકાવ્યું:આણંદના ગામડીમાં યુવકે ઝેરી દવા આપઘાત કર્યો, પરિવારમાં માતમ છવાયો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં દાખલ કરાયો જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું

આણંદના ગામડી ગામે રહેતો 33 વર્ષિય યુવકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ આપઘાતનું કારણ જાણવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આણંદ શહેર નજીક આવેલા ગામડી ગામની વૈભવ સોસાયટી રહેતા અલ્પેશભાઈ પાઉલભાઈ રાઠોડ (ઉ.વ.33)એ શુક્રવાર રાત્રિના 11 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેની તબિયત લથડતાં પરિવારજનો ચોંકી ગયાં હતાં અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શનિવારે સાંજના તેનું મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તેની આપઘાતનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...