• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In The United States, Tulsi Weddings Are Celebrated With Much Fanfare, With Wedding Songs And Mangal Songs Being Performed.

જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત:અમેરિકામાં તુલસી વિવાહની ધામધૂમ પૂર્વક ઉજવણી, માંગલિક ગીતો અને વરઘોડા સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરાયો

આણંદ10 દિવસ પહેલા
  • કેલિફોર્નિયાના બેલફ્લાવર સિટીના શ્રીજી મંદિરે રવિવારે તુલસી વિવાહનો પાવન અવસર યોજાયો હતો
  • અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા દર વર્ષે તુલસી વિવાહનું આયોજન કરે છે

ગુજરાતીઓ વિદેશમાં જ્યાં પણ વસે છે ત્યાં ધર્મ સંસ્કાર અને સમાજોત્કર્ષના કર્યો કરતા જ રહે છે. ભારતીય ઉત્સવો ત્યાં મહુર્ત અને દિવસ સચવાય કે ન સચવાય પણ ઉત્સવ પરંપરા અને ધર્મભાવના જળવાઈ રહે તે પ્રમાણે ભેગા થઈ નિશ્ચિત સમય અને તારીખ નક્કી કરી ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરતા હોય છે. અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે વસતા ગુજરાતીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. શાસ્ત્રોક્તવિધિ સાથે યોજાયેલા તુલસીવિવાહમાં પ્રભુ ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસમય માહોલ સર્જાયો હતો.

ભારતમાં કારતક માસની એકાદશીએ તુલસીવિવાહનું આયોજન કરવામાં આવે છે. હિન્દુધર્મની માન્યતા મુજબ ભગવાન વિષ્ણુ સહિત દેવગણ ચાર મહિનાની યોગનિંદ્રામાંથી જાગે છે. તુલસીમાતાને મા-લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીમાતાના ભગવાન શાલીગ્રામ જે ભગવાન શ્રી વિષ્ણુનું પ્રતિક છે. એની સાથે વિવાહ કરવામાં આવે છે. આ દિવસે તુલસીમાતાને શ્રૃંગાર કરવામાં આવે છે.

અમેરિકાના કેલિફોર્નિયાના બેલફ્લાવર સિટીના શ્રીજી મંદિર ખાતે રવિવારે તુલસી વિવાહનો પાવન અવસર યોજાયો હતો. મંદિરમાં પરંપરાગત લગ્નનું મોયરૂ સજાવવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુ મહિલાઓ દ્વારા લગ્ન ગીતો, ગરબા અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. શ્રદ્ધાળુ ભક્તો આ ધાર્મિક ઉત્સવમાં ભારતીય પારંપરિક વસ્ત્ર પરિધાન સાથે આવ્યા હોઈ વિદેશી ધરતી ઉપર માહોલમાં અદભુત ધાર્મિકતા પ્રદર્શિત થતી હતી.

તુલસી માતા એટલે કે કન્યાપક્ષ તરફથી લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલનો પરિવાર તથા અજિતાબેન હર્ષદભાઇ ભૂવા રહ્યા હતા. જ્યારે લાલજી મહારાજ તરફે નિકુંજ કિશોરભાઇ શાહ રહ્યા હતા. ઢોલનગારા સાથે લાલજીનો વરઘોડો નીકળ્યો હતો. શાસ્ત્રોક્તવિધિથી થયેલા વિવાહમાં સોનિયાબેન તથા યોગી પટેલ દ્વારા કન્યાદાન કરાયું હતું. આ પ્રસંગે યોગી પટેલના માતૃ ઉર્મિલાબેન પટેલ, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન પરિમલભાઇ શાહ તેમનો પરિવાર તથા મોટી સંખ્યામાં આમંત્રિતો અને હરિભક્તો શ્રધ્ધાળુઓ હાજર રહ્યા હતા.

આ અંગે મુખ્ય મનોરથી ચરોતરના ખાંધલીના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા લેબોન હોસ્પિટલીટી ગૃપ અને ઈન્ડો અમેરિકન સોસાયટીના પ્રમુખ યોગી પટેલ અને તેમના પત્નિ સોનિયા પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોના કાળે ધાર્મિક અને સામાજિક ઉત્સવોનો આનંદ જ છીનવી લીધો હતો. અહીં પ્રતિવર્ષ તમામ ધાર્મિક પ્રસંગો અમે ધર્મ પરંપરા મુજબ ઉજવીએ છે. આજે તુલસી વિવાહના આ પાવન પ્રસંગમાં મનોરથી થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે .આ પ્રસંગે હૃદયમાં એક અલગ જ ભાવ ઉભો કર્યો છે. અહીં અને ભરતીયજનો સંસ્કૃતિ પરંપરા મુજબ દરેક ઉત્સવ ભાવ પૂર્વક ઉજવીએ છીએ. અહીં વિદેશ ઉછેર થઈ રહેલા અમારા સંતાનો પણ આ ઉત્સવ પરંપરાથી ભારતીય સંસ્કારો સાથે જોડાયેલા રહે છે.

આ ધાર્મિક મહત્વ સમજાવતા લેબોન હોસ્પિટલીટી ગ્રુપના યોગી પટેલના માતા ઊર્મિલા બહેન પટેલે જણાવ્યું હતું કે, કારતક મહિનામાં ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવાથી સુખ સમૃધ્ધિમાં વૃધ્ધિ થાય છે. આ મહિને વિધિ પૂર્વક કરવામાં આવેલા ભગવાન શાલીગ્રામનું પૂજન શ્રદ્ધઆળુ મનોરથીના ભાગ્ય અને જીવન હકારાત્મક અધ્યામિકતા અને દૈવીઉર્જાનું નિર્માણ કરે છે. ભગવાન શાલીગ્રામનું વિધિપૂર્વક પૂજન કરવાથી કોઈ પણ પ્રકારની વ્યાધિ અને ગ્રહબાધા હેરાન નથી કરતા. આ પર્વ ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના વિવાહ પૂજન બાદ ભારતીય પરિવારો શુભ પ્રસંગો અને લગ્નોત્સવની શરૂઆત કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...