વેકેશન પુરુ:બીજા શૈક્ષણિક સત્રમાં 137 દિવસ શિક્ષણ કાર્ય અને 35 રજા રહેશે

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજમાં બીજા સત્રના પ્રારંભે સેમિસ્ટરની પરીક્ષા લેવાશે
  • આણંદ જિલ્લાની 1375 શાળામાં આજથી બીજુ સત્ર શરૂ

આણંદ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી અંદાજે 1375 જેટલી શાળામાં અભ્યાસ કરતાં 5.50 લાખ વિદ્યાર્થીઓનું 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં હવે આવતીકાલ, 10મી નવેમ્બર ગુરૂવારથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. ગુરૂવારથી શાળાઓની સાથે કોલેજો શરૂ થઇ રહી છે. મોટાભાગની કોલેજોમાં બીજા સત્રનો સેમિસ્ટરની પરીક્ષાથી પ્રારંભ થશે. હાલમાં ચૂંટણીનો માહોલ હોવાથી ચૂંટણી કામગીરીમાં શિક્ષકો જોતરાયેલા રહેશે. છેલ્લાં 21 દિવસથી બંધ શાળાઓ પુનઃ બાળકોના કોલાહલથી ગુંજી ઉઠશે.

બીજા સત્રમાં ધો.9 થી 12ની દ્વિતીય કે પ્રિલિમ પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. જ્યારે ધો.9 માટે શોધ કસોટી 7 ફેબ્રુઆરીએ લેવાશે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્ર વધુ અગત્યનું હોય છે. ધો.3થી ધો.12માં વિદ્યાર્થીઓની શાળાઓમાં દ્વિતીય સત્રની પરીક્ષા લેવાશે. ખાનગી શાળાઓમાં તો ધો. 1 અને ધો.2માં પણ પરીક્ષા લેવાશે. પ્રથમ શૈક્ષણિક સત્રમાં કાર્યના કુલ દિવસો 104 અને રજાના દિવસો 21 હતા. જ્યારે હવે બીજા સત્રમાં શિક્ષણ કાર્યના 137 દિવસો છે અને રજાના દિવસો 35 છે. કોલેજોમાં પણ સ્નાતક કક્ષાની પરીક્ષાઓ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...