તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:આણંદના ધારાસભ્ય, પાલિકાના C.O. અને બે સરકારીકર્મી કોરોનાની ઝપટમાં

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણે વેગ પકડ્યો : જિલ્લામાં વધુ આઠ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ આંક 1679

દિવાળી બાદ આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાની રફતાર વધી ગઈ છે. ત્યારે શનિવારે આણંદ શહેર સહિત જિલ્લામાં વધુ 8 નવા કેસો નોધાતાં જિલ્લાનો કુલઆંક 1679 પર પહોચી ગયો છે. જેમાં આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર, આણંદ નગર પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ તેમજ આણંદ પુરવઠા કચેરીના બે કર્મીઆેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આણંદ જિલ્લામાં કોરોનાનું સ્થાનિક સંક્રમણ બીજા તબક્કામાં પ્રવેશ ચુક્યું છે. શનિવારે આણંદ શહેર સહિત જિલ્લામાં કોરાનાના 8 નવા દર્દીઆે નોધાયા છે. જેમાં આણંદ શહેર સહિત તાલુકામાં 4 કેસ તેમજ પેટલાદમાં 2 કેસ અને ઉમરેઠ અને બોરસદમાં 1-1 કેસ નોધાયો છે.

આણંદ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આણંદ શહેરના ખ્વાજાનગરમાં રહેતાં 30 વર્ષના યુવક, શીવગંગા સોસયટીમાં રહેતાં 47 વર્ષના પુરુષ, આણંદ તાલુકના કણભાઈપુરા ગામમાં રહેતાં 47 વર્ષના પુરુષને, તેમજ આણંદમાં રહેતાં 40 વર્ષના પુરુષ આ ઉપરાંત પેટલાદના નગરકુવા વિસ્તારમાં રહેતાં 46 વર્ષના પુરુષને તેમજ મલાતજ ગામમાં રહેતાં 55 વર્ષની મહિલાને તેમજ બોરસદ સિવીલ કોર્ટ પાસે રહેતાં 39 વર્ષના યુવક અને ઉમરેઠ તાલુકના આેડ ગામમાં રહેતાં 36 વર્ષના યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. આણંદના ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર છેલ્લા બે દિવસથી બીમાર હોવાથી રેપીડ ટેસ્ટ કરાવતાં કોરોનાના લક્ષણો જણાયાં હતાં. જેથી તેઓઅે અમદાવાદમાં રિપોર્ટ મોકલ્યાં હતાં.ત્યાંથી પણ રિપોર્ટ પોઝિટીવ આવતાં આણંદની આઈરીશ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. તેમજ આણંદ ન.પા.ના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાં હતાં.

ફાયર બ્રીગેડ દ્વારા માર્ગો પર ફરીને લાઉડ સ્પીકરથી લોકોને જાગૃત રહેવા અપીલ કરી: આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. જેના ભાગરૂપે આણંદ ફાયર બ્રીગ્રેડ દ્વારા વિશેષ ઝુૂંબેશ ચલાવી ફાયર બ્રીગેડની વાન શહેરના મુખ્યમાર્ગો જેમાં સો ફુટ રોડ, 80 ફુટ રોડ, મંગળપુરા વિસ્તાર, બાકરોલ સહિતના િવસ્તારોમાં લાઉડ સ્પીકર પર નગરજનોને કોરોનાથી બચવાના ઉપાયો બતાવી સાવચેત કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો