ફરિયાદ:8.61 લાખની લૂંટમાં ચાલક કલીનર જ શંકાના દાયરામાં

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામરખા પાસે રિવોલ્વર બતાવી લૂંટની ફરિયાદ

આણંદ પાસે સામરખા ગામ સ્થિત એક્સપ્રેસવેના નાકા પર ત્રણ દિવસ અગાઉ ટ્રકને આંતરીને ડ્રાઈવર અને ક્લીનરને રિવોલ્વર બતાવી રૂપિયા 8.61 લાખની લૂંટના બનાવમાં આણંદ ગ્રામ્ય પોલીસ ગુનો ઉકેલી નાંખવાની લગભગ નજીક છે. અલબત્ત, સમગ્ર લૂંટની ઘટના ડ્રાઈવર અને ક્લીનરે જ ઉપજાવી કાઢી હોય તેવું તેમની વાતો પરથી લાગી રહ્યું છે.

આણંદ પાસેથી પસાર થતાં એક્સપ્રેસ હાઈવે સ્થિત સામરખા એક્ઝિટ પાસે રવિવારે બપોરે ચાર વાગ્યે નસવાડીમાં રહેતાં ડ્રાઈવર રાજુ ઉર્ફે ભીમો તડવી અને ક્લીનર સંજય કપાસ વેચીને તેના રૂપિયા 8.61 લાખ લઈને પરત નસવાડી જઈ રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા શખસોએ તેમની ટ્રકને આંતરીને તેમને રિવોલ્વર બતાવી રકમની લૂંટ આચરી હતી.

સમગ્ર બનાવ બાદ પોલીસે બંને શખસોની પૂછપરછ કરી હતી. જેમાં બંને શખસોએ ક્રેટા કારમાં આવેલા બે શખસો હતા અને તેઓએ પોલીસનો વેશ ધારણ કર્યો હતો. જોકે, પોલીસે બંને જણાંને અલગ-અલગ રાખીને પૂછપરછ કરી હતી, જેમાં તેમની વાતોમાં સામ્યતા જણાઈ આવી નહોતી. ઉપરાંત, પોલીસ ફરિયાદમાં પણ ક્યાંય આ બાબતનો ઉલ્લેખ નથી. જેને કારણે ડ્રાઈવર-ક્લીનરની સંડોવણીની શક્યતા જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...