• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In The Robbery Case Of Rs.8.61 Lakh In Anand, Only The Driver And The Cleaner Had Planned The Robbery, The Statements Of Both Of Them Were Different.

લૂંટનો ભેદ ઉકેલાયો:આણંદમાં રૂ.8.61 લાખની લૂંટ પ્રકરણમાં ડ્રાઇવર અને ક્લીનરે જ લૂંટનું તરકટ રચ્યું હતું, બન્નેના નિવેદન અલગ અલગ પડતાં ભાંડો ફુટ્યો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદના સામરખા ગામ પાસે ટ્રકને આંતરી રિવોલ્વરની અણીએ રૂ.8.61 લાખની લૂંટના કેસમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતાં સમગ્ર બનાવ જ ઉપજાવી કાઢ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે પોલીસે ટ્રકના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી રોકડ રિકવર કરી હતી.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
આણંદના એક્સપ્રેસ વેના એક્ઝીટ પાસે ટ્રક ચાલકને ફોર વ્હીલરે આંતરી રિવોલ્વર બતાવી તેના ચાલક અને ક્લીનરને ધમકી આપી તેમની પાસે રહેલા રોકડા રૂ.8,61,132ની લૂંટનો બનાવ બન્યો હતો. આ અંગે ટ્રકના માલીક આકબાની અમીનમહમદ હનીફ (રહે.છોટાપુર)ની ફરિયાદ આધારે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ઘટનામાં જિલ્લા પોલીસ વડા પ્રવિણકુમાર અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલન માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે.સોઢા દ્વારા અલગ અલગ ટીમ બનાવી એક્સપ્રેસ હાઈવેના અલગ અલગ સીસીટીવી ફુટેજ તેમજ ટેકનીકલ એનાલીસીસ, હ્યુમન ઇન્ટેલીજન્સી અનુસંધાને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

બન્નેની આગવઢબે પુછપરછ કરતાં ભાંગી પડ્યાં
પોલીસને આ તપાસ દરમ્યાન કોઈ ખાસ કડી ન મળતાં ચાલક અને ક્લીનર પર શંકા ઉઠી હતી. આ બાબતે બન્નેની આગવઢબે પુછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યાં હતાં અને પગાર ઓછો હોઈ એક સાથે મોટી રકમ હાથ લાગી ગઈ હોઈ જે રકમ શેઠને આપવી ન પડે તે માટે લૂંટની વાત ઉપજાવી કાઢી હતી.
​​​​​​​પોલીસે રકમ રીકવર કરી
આ અંગે પોલીસ ફરિયાદ કરાવી પોલીસની કાર્યવાહી પુરી થઇ જાય પછી પૈસાનો ભાગ પાડી લઇશું તેવી કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે રૂ.8,61,132 નડિયાદ એક્સપ્રેસ ટોલ બુથ પાસેથી રોડની નજીકથી ઝાડીમાં છુપાવી રાખ્યા હતા જ્યાંથી રીકવર કરવામાં આવ્યાં હતાં. જ્યારે ટ્રક ચાલક રાજુ ઉર્ફે ભીમો ઉકેડભાઈ તડવી (ઉ.વ.30, રહે. છોટાઉદેપુર) અને સંજય ઉર્ફે શનો રમણભાઈ તડવી (ઉ.વ.35, રહે. છોટાઉદેપુર)ની ધરકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...