હવામાન:ચરોતરમાં વરસાદ વિરામમાં, ગરમી એક્શનમાં

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 દિવસમાં તાપમાનનો પારો 5 ડિગ્રી વધી 33.05 પર પહોંચ્યો : હજુ ગરમી વધશે

આણંદ અને ખેડા જિલ્લામાં ગત શુક્રવાર સુધી વરસાદી માહોલ ગુલાબ વાવાઝોડા પગલે જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર માસમાં ચરોતરમાં 50 ટકા ઉપરાંત વરસાદ વરસ્યો છે. છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લેતા ધીમે ધીમે તાપમાનનો પાર ઉંચકાઇ 5 ડિગ્રી વધતા મહત્તમ તાપમાન 33.05 ડિગ્રી પહોંચ્યું છે. આગામી સપ્તાહમાં 36 ડિગ્રી પાર કરે તેવી સંભાવના છે.

ઓક્ટોબરમાં ઠંડીના કોઇ એંધાણ નથી. નવેમ્બરના પ્રથમ સપ્તાહથી ઠંડી શરૂ થશે. હજુ ઓકટોબરમાં 12 અને 13 તારીખે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટાં કેટલીક જગ્યાએ વરસી શકે છે તેમ આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે..

આણંદ શહેરમાં ગત શુક્રવારે મહત્તમ તાપમાન 28.03 ડિગ્રી હતું, વાદળો વિખેરાઇ જતાં ધીમે ધીમે પારો ઉંચકાઇ રહ્યો છે. ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થયો છે. હજુ આગામી એક સપ્તાહમાં ત્રણ થી 4 ડિગ્રી તાપમાન વઘશે. જે 30 મી ઓકટોબર સુધી ગરમ દિવસો રહેશે. ત્યારબાદ ધીમે ધીમે તાપમાન નીચે ઉતરવાની સંભાવના છે. આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે મહત્તમ તાપમાન 33.05 અને લુધતમ તાપમાન 25.05 ડિગ્રી નોંધાયું હતું. તેમજ ભેજનું પ્રમાણ 94 ટકા અને પવનની ઝડપ 3.6 કિમી નોંધાઇ હતી.

આગામી સપ્તાહમાં હળવા ઝાપટાંની હવામાન ખાતાની વકી
આણંદ કૃષિના હવામાન વિભાગના વડા ડો. મનોજ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તાપમાન સતત વધશે. એકંદરે ત્રણ થી ચાર ડિગ્રીનો વધારો થશે. વરસાદની સંભાવના નહીંવત છે. 12 અને 13મી ઓક્ટોબર ચરોતરના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસવાની સંભાવના છે તે સિવાય હાલ ભારે વરસાદની કોઇ શક્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...