ધમકી:નાવલીમાં આધેડને આંખે બચકું ભરી ઇજા પહોંચાડી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી

આણંદના નાવલી ગામે રહેતા આધેડને નજીકમાં રહેતા એક શખ્સે અપશબ્દો બોલીને માર મારી આંખ ઉપર બચકુ ભરી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ આણંદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ હતી.

આણંદ તાલુકાના નાવલી ગામે ઇન્દિરા નગરી વિસ્તારમાં રમણભાઈ મગનભાઈ પરમાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેઓ શુક્રવારે બપોરના બાર વાગ્યાના અરસામાં કામેથી પરત પોતાના ઘરે જતા હતા. ત્યારે નજીકમાં જ રહેતા કિરણભાઈ ઉર્ફે રાઉટર ઠાકોરભાઈ પરમારે અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. અને રમણભાઈને ગડદાપાટુનો માર મારી આંખ ઉપર બચકુ ભરી લઈ ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બનાવવા અંગે રમણભાઈ મગનભાઈ પરમારની ફરિયાદ લઇ આણંદ રૂરલ પોલીસે કિરણભાઈ પરમાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...