કોરોના સંક્રમણ:નવા 5 કેસમાં ત્રણને સ્થાનિક સંક્રમણ જ્યારે માતા-પુત્ર બંગાળથી આવ્યા પછી સંક્રમિત થયા

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત વર્ષે પણ દિવાળી બાદ કેસો ઓછા હતા પરંતુ સંક્રમણ વધતા એપ્રિલ-મે ઘાતક બન્યો હતો

આણંદ જિલ્લામાં દિવાળી બાદના 10 દિવસમાં કોરોનાના 5 કેસ મળતા આ સંક્રમણ વધુ ઘાતક ના બને તે માટે બે વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. મળ્યા છે. કોરોના સંક્રમણ ના વધે તે માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર સહિત પીએચ કેન્દ્ર પર દૈનિક 20 થી 25 શંકાસ્પદ દર્દીઓના આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે નવા કેસમાં મોટાભાગના લોકો સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યો છે. જયારે શુક્રવાર નોંધાયેલા બે કેસમાં માતા પુત્ર બંગાળથી આવ્યા પછી સંક્રમિત થયા હોવાનું જણવા મળ્યું છે.

આણંદ જિલ્લામાં 2020ની દિવાળી બાદ માત્ર 10 દિવસમાં 55 કેસ નોંધાયા છે. તેની સામે ચાલુ વર્ષે 5 કેસ નોંધાયા છે. કેસ ભલે ઓછા નોંધાયા પણ આગામી દિવસોમાં ઠંડીમાં શરદી, ખાંસી સહિત વાયરલ બીમારી ફેલાવવાની સંભાવનાના કારણે કોરોના સંક્રમણ વધે તેવી શકયતા વર્તાઇ રહી છે.

આણંદ જિલ્લામાં દિવાળી બાદ નવા કોરોના કેસ આણંદ શહેરમાં 4 અને કરમસદ શહેરમાં 1 કેસ નોંધાયો છે. જો કે વેક્સિનની બંને ડોઝ લીધા હોવાથી કોરોના સંક્રમણ બહુ અસર જોવા મળી ન હતી. અત્યાર સુધીમાં નોંધાયેલા 5 કેસમાં 2 મહિલા, 2 પુરૂષ અને બાળકનો સમાવેશ થાય છે. જો કે ચિંતાનો વિષય એ છે કે 60 વર્ષની ઉંમર ધરાવતામાં એક કેસ અને બાકીના 4 કેસ 35 વર્ષથી નીચેના લોકો ભોગ બન્યા છે ત્યારે હાલનો ટ્રેન્ડ જોતા આગામી દિવસોમાં યુવાધનમાં સંક્રમણ ફેલવવાની સંભાવના રહેલી છે. કારણે દિવાળી ખરીદી માટે યુવાવર્ગ બજારમાં ખરીદી કરવા માટે નીકળ્યો હતો.

કરમસદ પીએચસી કેન્દ્ર દ્વારા 70 આરટીપીસીઆર ટેસ્ટ કરાયા
કરમસદ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી, ખાંસી, વાયરલ બીમારી ધરાવતા 70 જેટલા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ એક પણ દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. હાલમાં શિયાળાની શરૂઆત થઇ છે ત્યારે કોરોના સંક્રમણના વધે તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. લોકોએ પણ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવંુ જોઇએ તેમજ કામ હોય તો જ બહાર નીકળવું જોઇએ. તેમજ વેક્સિનનો ડોઝ બાકી હોય તેવા લોકોએ સત્વરે વેક્સિન મુકાવી લેવી જરૂરી છે.
> ડો. સુધીરભાઈ વીનોદચંદ્ર પંચાલ, પી.એચ.સી કેન્દ્ર, કરમસદ

માતા - પુત્રને શ્વાસ લેવામાં તકલીફ હતી
આણંદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલ પાછળ રહેતા બંગાળી પરિવાર દિવાળી વતનમાં ગયો હતો.વતનની પરત ફરતી વખતે દિલ્હીથી બાઇ પ્લેન આવ્યા હતા. પરંતુ દિલ્હીમાં વધુ રોકાણ કરવું પડયું હતું. ઘરે આવ્યા બાદ 33 વર્ષની મહિલા અને 6 વર્ષનું બાળક દિવાળી વેકેશનમાં પોતાના વતન ગયા હતા ત્યાંથી પરત આવ્યા બાદ બંનેને શરદી ખાંસી સાથે શ્વાસ લેવાની મુશ્કેલી પડતાં તેઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં બંનેના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. > બિરાજ બસાજ, આણંદ

10 દિવસમાં કોરોનાનો ભોગ બનેલા વ્યકિતનું ઍજ ગ્રુપ

તારીખજાતિઉમરગામ
08-11-2021પુરૂષ33આણંદ
10-11-2021યુવક17કરમસદ
14-11-2021મહિલા61આણંદ
19-11-2021મહિલા32આણંદ
19-11-2021બાળક6આણંદ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...