• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In The Month Of Shravan, The Teacher Couple Will Do The Work Of Offering Only Milk On The Shivling And Delivering The Remaining Milk To The Poor Children.

દરિદ્રનારાયણની સેવા:શ્રાવણ માસમાં શિવલિંગ પર માત્ર દૂધની ધારા કરી બાકીનું દૂધ ગરીબ બાળકોના મુખે પહોંચાડવાનું કામ શિક્ષક દંપતી કરશે

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનસેવા એજ સાચી શિવસેવાના સૂત્રને બુલંદ બનાવતું આણંદનું નિવૃત શિક્ષક દંપતી

શ્રાવણ માસમાં શિવમંદિરોમાં શિવલિંગ પર દૈનિક હજારો લીટર દૂધનો અભિષેક શિવ ભકતો દ્વારા કરવામાં આવે છે. ત્યારે પવિત્રતા જળવાઇ તે રીતે દૂધનો અભિષેક કરીને ગરીબ બાળકોના જઠરાગની ઠરે તો શિવજીની કૃપા વરસે છે. આણંદ શહેરના નિવૃત શિક્ષક દંપતિ છેલ્લા 20 વર્ષથી આ ભગીરથ કાર્ય કરીને શિવ મંદિરોમાં વાસણ મુકીને દૂધ એકત્ર કરીને ગરીબ બાળકોને વિતરણ કરીને સાચી પ્રભુ સેવા કરી રહ્યું છે. જને સેવા એજ સાચી શિવસેવા સૂત્રને બુલંદ બનાવવા માટે આણંદ સ્થિત નિવૃત શિક્ષક દંપતી વિપિન પંડયા અને સ્મિતાબેને પંડયાએ ભાવિક ભકતોએ ગરીબ બાળકોના મુખમાં દૂધ પહોેચે તેવા પ્રયાસ કરવા જણાવ્યું હતું.

તેમણે શિવભકતોને શિવલિંગ પર દૂધનો અભિષેક એક ચમચી દૂધનો કરીને બાકી દૂધ નો સદઉપયોગ કરીને દરિદ્રનાયરાયણ સમા બાળકોના મળે તેવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે શિવલિંગ પર દૂધ,જળ, તલ વગેરે મર્યાદિત માત્રમાં ચઢાવીને તેમની પવિત્રતા જળવાય તે જરૂરી છે. ઓમ નમો શિવાયના જાપ થકી શિવજીને રીઝવવાનો પ્રયાસ કરવા પર શિક્ષક દંપતિએ ભાર મૂુકયો છે. છેલ્લા 20 વર્ષથી નિવૃત શિક્ષક દંપતિ દ્વારા આણંદ શહેરના શિવ મંદિરો વાસણ મુકી દૈનિક 50 લીટર દૂધ એકત્ર કરીને ગરીબ બાળકોને વિતરણ કરવાનું કામકરી રહ્યાં છે.

તેમજ આંગણવાડી કે બાલમંદિરના બાળકોને દૂધ આપવામાં આવે છે. તેઓની આ સેવાને સૌ કોઇ બિરદાવી છે. આ અંગે શિક્ષણવિત્ત બિપીનભાઈ પંડ્યાઅે જણાવ્યું છે કે, શિવરાત્રી પર્વે શિવમંદિરોમાં વાસણના પાત્રો મૂકીને દૂધ અેકત્રીત કરીને ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવશે.

તેમજ સરદાર પટેલ યુનિવર્સિટી હસ્તકની વિવિધ ફેક્ટલીની કોલેજોમાં સેમિનાર યોજીને વિદ્યાર્થીઅોને સમજ આપવામાં આવશે.વધુમાં શિક્ષિકા સ્મિતાબેન પંડ્યાઅે જણાવ્યું હતુ કે, દરરોજ વહેલી સવારે આણંદ શહેરના જાગનાથ મહાદેવ, જીટોડિયા વૈધનાથ મહાદેવ સહિત અન્ય શિવમંદિરોમાં વાસણો મૂકવામાં આવશે. ત્યારબાદ દૂધ અેકત્રીત કરીને વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...