તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • In The Midst Of Bereavement, Madhya Pradesh's Girlfriend Went Out To Meet Saurashtra's Lover And As Soon As She Came To Gujarat, She Was Surrounded By Clouds Of Trouble.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંધળો પ્રેમ:વિરહના વલોપાતમાં મધ્યપ્રદેશની પ્રેમિકા સૌરાષ્ટ્રના પ્રેમીને મળવા નીકળી પડી અને ગુજરાત આવતા જ મુસીબતના વાદળોમાં ઘેરાઈ

આણંદ4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માત્ર એક હજાર રુપિયા લઇ સગીરા એમ.પીથી ગુજરાત આવી અને બસમાં કોઇ તેને છેતરી ગયું
 • વાસદ બસ સ્ટેન્ડે ચોધાર આંસુએ રડતી સગીરાની વ્હારે 181ની ટીમ આવી અને મદદ કરી

'આજ કલ કુછ ઔર યાદ રહેતા નહીં, બસ એક આપકી યાદ આને કે બાદ' કંઈક આવી જ વિરહની વેદનાએ વલોપાત કર્યો અને મધ્યપ્રદેશની સગીરા ઘરનો પ્રસંગ છોડી સૌરાષ્ટ્રના પ્રેમીને મળવા દોડી આવી. પ્રેમના મોહપાશમાં અંધ બનેલી સગીરા ગુજરાત આવતા જ મુસીબતના વાદળોમાં ઘેરાઈ અને વાસદ સ્ટેન્ડે જ અટકી પડી. મધ્યપ્રદેશથી આવેલી સગીરા જોડે પૈસાથી છેતરામણી થઇ અને ગુજરાતમાં કંઇ જોયેલુ ન હોવાથી ફસાઇ ગઇ હતી. જોકે, 181ની ટીમ સમયસર મદદે આવી અને સગીરાને હૈયા ધાપણા આપી. આવો જોઇએ વિગતવાર સમગ્ર અહેવાલ

આણંદના વાસદ સ્ટેન્ડ પાસે એક સગીરા ચોંધાર આંસુએ રડતી હતી. તે તેના ભાઈને મળવા આવી છે અને તેને ત્યાં પહોંચવું છે તેમ જણાવતી હતી. કોઈક તેની સાથે પૈસાની છેતરામણી કરી જતા તે અટવાઈ પડી હોવાની કહાની જણાવી રહી હતી. તેણીની પાસે ગણતરીની રકમ રહી હતી અને નિશ્ચિત સરનામે પહોંચવા કોઈ દિશા સૂઝતી નહોતી. તેના ફોન ઉપર કોઈ છોકરો તેના સંપર્કમાં જ હતો અને તેની ભાષામાં સમજાવી રહ્યો હતો. પરંતુ આ સગીરા ભૂલી પડી ગયાના ડરથી જ ગભરાઈ ગઈ હતી. એકલી જ ઉભેલી સગીરાના હૃદયે નિરાશા સાથે આંખમાં ચોંધાર આસું કોઈપણ રાહદારી જોઈ શકતા હતા.

પ્રેમી સગીરાનો ભાઇ બની વાત કરતો હતો
કોઈક રાહદારીએ અજાણી આ છોકરી કોઈ ગંભીર સમસ્યાનો ભોગ ન બને તે માટે 181ને ફોન કરતા આણંદ 181ની ટીમ સગીરા પાસે પહોંચી હતી. તેની સમસ્યા સમજવા અને પરિવાજનોને જાણ કરવા વાતચીત આરંભતા જ 181ની કાઉન્સિલર અને ટીમ અટવાઈ પડી હતી. કારણ કે, ભોળી અને ડરપોક લાગતી સગીરા સઢતાથી શંકાસ્પદ લાગે તેવા જવાબો આપી રહી હતી. 181ની ટીમે તેનો ફોન લઈ તે જે નંબર પર ફોન કરતી હતી તે નંબર ડાયલ કરી સંપર્ક કર્યો તો સામે છેડેથી કોઈક છોકરો બોલ્યો અને કહ્યું, 'આ મારી બહેન છે'. 181ની ટીમે માતા, પિતા અને સગા વ્હાલાના નામ પૂછતાં તે ફટાફટ બોલતો હતો. પરિસ્થિતિની વધુ ચોક્કસતા નક્કી કરવા કાઉન્સીલર દ્વારા માતા, પિતાનો નંબર પૂછતાં જ સામે છેડેના છોકરાની જીભ થોઠવાઈ ગઇ અને તે મૌન રહ્યો. છોકરાની શંકાસ્પદ વર્ણતુંકને લઈ 181ના કાઉન્સીલરે વર્ષોના અનુભવે દાળમાં કાંઈક કાળું છેની સ્થતિની ભાળી ગયા હતા.

181ની ટીમે માતા-પિતામું નામ પુછતાં જૂઠ પકડાયું
છોકરાની થોથવાતી જીભ જૂઠું બોલી રહી હોવાનું પ્રદર્શિત કરતી હતી. છોકરાએ વળી નવું જુઠ કીધું અને આ સગીરાને પોતાના બહેનની દીકરી ગણાવી અને જાતે મામા બની ગયો અને એક મહિલા સાથે 181ની ટીમને વાત કરાવી. કાઉન્સીલરે સામે છેડેની મહિલા સાથે વાત કરી અને પૂછ્યું તમે કોણ તો સામે છેડેથી મહિલાએ કહ્યં હુ તેની બહેન છુ. 181ની ટીમે માતા-પિતામું નામ પુછતાં જ સામે છેડેની મહિલાનો અવાજ થોથડાયો અને ફોન કપાઈ ગયો. 181ની ટીમના વારંવારના પ્રયત્નો છતાં સામે છેડે ફોન ઉપાડવાનું બંધ કર્યું.

માત્ર એક હજાર રુપિયા લઇ સગીરા મધ્ય પ્રદેશથી ગુજરાત આવી
મધ્યપ્રદેશથી આવેલી સગીરાનું ડિપ કાઉન્સિલિંગ કરવા છતાં તે યોગ્ય જવાબ આપતી ન હોવાથી 181ની ટીમે સામે છેડેના છોકરાને અહીં બોલાવી પૂછપરછ કરવાંની વાત કરતા જ તે ભાગી પડી અને જણાવ્યું કે, લોકડાઉનના સમય બાદ મધ્યપ્રદેશનો એક પરિવાર રોજગારીની ઈચ્છા લઈ ગુજરાત આવ્યો હતો અને સૌરાષ્ટ્રના એક ગામમાં પોતાના જ જ્ઞાતિ અને ગામના માણસો વચ્ચે બે ત્રણ મહિના રોકાયો હતો. જ્યારે ઘરનો પ્રસંગ આવતા પરત મધ્યપ્રદેશ પહોંચ્યો હતો. અહીં ગુજરાત વસવાટ દરમિયાન તેને આ છોકરા સાથે નજદીકતા વધતા પ્રેમ પાંગર્યો હતો અને કોન્ટેક નંબરની આપ-લે થઈ હતી. ઘરના સભ્યો પ્રસંગમાં હોવાથી આ તકનો લાભ લઇ તે ઘરમાં મળતા ખિસ્સા ખર્ચીમાંથી રૂપિયા એક હજાર જેટલી રકમ બચત કરી હતી જે લઈ તે સૌરાષ્ટ્ર તરફ પ્રેમીને ત્યાં જવા નીકળી હતી.

છોટાઉદેપુર નજીકના સ્ટેન્ડેસ સગીરાને એક મુસાફર છેતરી ગયો
આ સમય દરમિયાન છોટાઉદેપુર નજીકના સ્ટેન્ડે તેને એક મુસાફર છેતરી ગયો હતો. સગીરાને બસની ઝાઝી ખબર ન પડતી હોવાથી કોઈ મુસાફરે તેને સાથે બસમાં બેસાડી અને બસના ભાડાના રૂપિયા પાંચસો લીધા અને વાસદ ઉતારી કહ્યું કે, 'અહીં જ તારું સ્ટેશન છે.' વળી પાંચસોમાંથી કઈ જ પરત ન કર્યું જેથી આ સગીરા ફસાઈ ગઈ હતી. તેણીએ તેના પ્રેમીને જાણ કરતા તેને કહ્યું હજુ ઘણું દૂર છે અને ત્યાં જ ભાડાના અને ખાવા પીવાના પૈસા ન હોવાથી, વળી આથમતા સૂરજ બાદ આવતી રાત્રીએ તે ક્યાં જશે જેવા અનેક વિચારોની નિરાશા હતાશા ચોંધાર આંસુએ બહાર આવી હતી.

181ની ટીમે પરિવારજનો સાથે વાત કરી હૈયા ધારણા આપી
181ની ટીમના કાઉન્સીલરની દોઢ કલાકની જહેમત બાદ સગીરાએ ડરતા ડરતા તેની સગી બહેનનો નંબર આપ્યો. જ્યાં મધ્યપ્રદેશ ફોન કરતા તેના માતા-પિતા અને કાકા સાથે વાત થઈ. જ્યાં આ સગીરાની શોધખોળ ચાલતી હતી અને તમામ પરિવારજનોના જીવ થીજી ગયા હતા. 181ની ટીમ સાથે વાત થતા ત્યાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હોય તેવી લાગણી વહી રહી હતી. સગીરાનો જીવ બચાવવા અને પરિવારની આબરૂને સાચવવા 181ની ટીમનો પરિવારજનોએ આભાર માન્યો હતો. 181ની ટીમે તેમને જણાવ્યું કે સગીરા સહી સલામત અને સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખેલી છે. તેઓએ આ બાબતે 1098 ચાઈલ્ડ લાઈનને પણ જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો