તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યકરો મૂંઝવણમાં:પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના જિલ્લામાંજ યાદી ઘોંચમાં

આણંદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટેલીફોનીક સૂચના મળતા કેટલાક ઉમેદવારોઓ ફોર્મ ભરી દીધા

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ઉમેદવારી પત્રો ભરવાનો શનિવારે અંતિમ દિવસ છે. તેમ છતાં આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલિકા,જિલ્લા કે તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરાઇ નથી. જેને લઇને કોંગ્રેસના કાર્યકરો અને ટીકીટ વાંચ્છુંકો મુંઝવણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ કેટલીક બેઠકો નક્કી કરેલા ઉમેદવારોને ટેલીફોનની જાણ કરીને ઉમેદવારી પત્રો ભરવા જણાવ્યું છે.જેના કારણે હાલમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં કેટલાંક ફોર્મ ભરાઇ ગયા છે.તો વળી ઉમેદવારો ન મળવા કારણે તાલુકા પંચાયતની કેટલીક બેઠકો પર એનસીપી સાથે ગંઠનબંધન કરવાની ચર્ચાઅો ચાલી રહી છે.

આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાંં ઉમેદવારો મળ્યા નથી.તેમજ ગ્રામ્ય વિસ્તારની કેટલીક બેઠકો પર ઉમેદવારો શોધવા નીકળવું પડયું છે. જેના કારણે યાદી જાહેર કરાતી નથી તેવી ચર્ચાઓ જોર પકડયું છે.જયારે આ અંગે કોંગ્રેસાના એક નેતાઓએ જણાવ્યું હતું કે અમે જે તે ઉમેદવારોને ટેલીફોનની જણ કરીને ઉમેદવારી પત્રો ભરવા જણાવ્યું દીધું છે.કોંગ્રેસને આણંદ, પેટલાદ અને બોરસદમાં કેટલીક બેઠકો ઉમેદવારો મળ્યા નથી. સૌથી આર્શ્ચયની વાત એ છે કે કેટલાંક કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

બોરસદના મુસ્લિમ વિસ્તારમાં કોંગ્રેસને ઉમેદવાર ન મળ્યા
બોરસદ શહેરના મુસ્લિમ વિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ આ વખતે આ વિસ્તારના મુસ્લિમ કોંગ્રેસી કાર્યકરોએ પણ કોંગ્રેસની જગ્યાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યાં છે. જેના કારણે બોરસદ પાલિકામાં કોંગ્રેસના ફોર્મ બહુ ઓછા ભરાયા છે. જેને લઇને અનેક ચર્ચાઓ જોર પકડયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો