તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓએ કોરોનાને માત આપી

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 8 પોઝિટીવ કેસ, 110 દર્દીઓ સારવાર હેઠળ

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધઘટ થઇ રહી છે.રવિવારે 20 પોઝિટીવ કેસ નોંધાયા હતા.જયારે સોમવારે માત્ર 8 પોઝિટીવ કેસ નોંધાયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓએ કોરોને માત આપી છે. અત્યાર સુધીમાં કુલ1989 પોઝિટીવ કેસ સાથે 1879 દર્દીઓ અત્યાર સુધીમાં કોરોના માત આપીને સ્વસ્થ થયા છે. આણંદ જિલ્લામાં એક સપ્તાહમાં 103 પોઝિટીવ કેસ નોંધાયા છે.જેમાં સોમવારે 9 પોઝિટીવ કેસ નોંધાયા છે.જેમાં આણંદ શહેરમાં 6 પોઝિટીવ કેસ નોંધાયા છે.જયારે ઉમરેઠ,કઠાણા અને વાસદમાં એક એક પોઝિટીવ કેસ નોંધાયો છે.

આણંદ શહેરમાં ગણેશ ચોકડી પાસે રહેતા 36 વર્ષનો યુવક,આકાશ દિપ સોસાયટીમાં 42 વર્ષની મહિલા,ઉમરીનગરમાં 80 વર્ષનો વૃધ્ધો, ભાલેજ રોડ રહેતી 47 વર્ષની મહિલા અને 100 ફૂટ રોડ પર રહેતો 27 વર્ષના યુવક અને રહેતાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.જયારે કઠાણા ગામે 28 વર્ષની યુવતી,ઉમરેઠ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા 43 વર્ષનો યુવક અને વાસદમાં 50 મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આણંદ જિલ્લામાં હાલ 110 દર્દીઓ સારવાર હેઠળ છે.જેમાં 102 દર્દીઓની હાલત સ્થિર છે.જયારે 8 દર્દીઓ ઓકસીજન પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો