તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In The Gangdevnagar Area Of Anand, Women Became Deserted Due To Contaminated Water, Shouted Slogans Against The Dirty Water System.

સમસ્યા:આણંદના ગંગદેવનગર વિસ્તારમાં દૂષિત પાણીના પગલે મહિલાઓ રણચંડી બની, ગંદુ પાણી રસ્તા પર ઢોળી તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યાં

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા પખવાડિયાથી 15 જેટલી સોસાયટીમાં પીવા માટે દૂષિત પાણી આવે છે
  • તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી પણ પરિણામ શૂન્ય

આણંદ શહેરના ગંગદેવનગર વિસ્તારમાં છેલ્લા પખવાડિયા પાલિકાની બેદરકારીના કારણે 15 જેટલી સોસાયટીમાં પીવા માટે દૂષિત પાણી આવી રહ્યું છે. જેના લીધે ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાણા છે. આ મુદ્દે રોષે ભરાયેલી મહિલાઓએ બુધવારના રોજ એકત્ર થઇ ગંદુ પાણી રસ્તા પર ઢોળી રોષ વ્યક્ત કર્યો હતો.

શહેરમાં મોટી ખોડીયાર રોડ ઉપર ગંગદેવનગર વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીરી દરમિયાન બેદરકારીના કારણે અનેક જગ્યાએ પીવાના પાણીની પાઈપ લાઈનો લીકેજ થયેલી છે. જેના કારણે પીવાના પાણીની પાઈપ લાઈનમાં દુષિત પાણી ભળવાના કારણે છેલ્લા એક માસથી આ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાંથી દુષિત પાણી આવી રહ્યું છે. આ અંગે રજૂઆતો કરવા છતાં આ દુષિત પીવાના પાણીની સમસ્યા અંગે કોઈ કાર્યવાહી નહી થતા રોષ ભડક્યો હતો.

મળતી વિગતો અનુસાર, આણંદ નગરપાલિકાના સત્તાધિશો અને અમલદારોને પારદર્શી અને પ્રજાલક્ષી વહીવટ અને સુશાસનની વાતો પોકળ સાબિત થઇ રહી છે. શહેરના મોટી ખોડીયાર રોડ ઉપર ગંગદેવનગર વિસ્તારમાં આવેલી સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈનની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે અનેક જગ્યાએ પીવાના પાણીની પાઈપ લાઈનો તેમજ ડ્રેનેજ લાઈનો તુટી જવા પામી હતી. આ પાઈપ લાઈનો યોગ્ય રીતે સમારકામ નહી કરવાના કારણે પીવાના પાણીની પાઈપ લાઈનમાં દુષિત પાણી ભળવાના કારણે આ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાં દુષિત અને ડહોળુ પાણી આવી રહ્યું છે અને આ ડહોળુ દુષિત પાણી પીવાના કારણે આ વિસ્તારમાં 40થી વધુ લોકો ઝાડા ઉલ્ટીનો ભોગ બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ વિસ્તારમાં અનેક જગ્યાએ જાહેર માર્ગો પર ગટરો ઉભરાઈ રહી છે. જેને લઈને લોકોને દુષિત પાણીમાં રહીને અવર જવર કરવાની ફરજ પડી રહી છે. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છતાં પાલિકા તેની સામે કોઇ પગલાં ભરતું નથી.

અહીંના સ્થાનિક રહિશ રમેશભાઈ પ્રજાપતિએ કચ્છ પ્રજાપતિ વિકાસ સંગઠનના નેજા હેઠળ નગરપાલિકાના ચીફ ઓફિસર, કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજુઆત કરી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે. જે અંગે કલેકટર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગે તપાસ કરી અગ્રતાના ધોરણે નિયમોનુસાર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. તેમ છતાં આ અંગે હજુ સુધી પાલિકા તંત્ર કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને શ્રીજીપાર્ક સોસાયટીમાં મહિલાઓએ એકત્ર થઈને દુષિત પાણી જાહેર માર્ગો પર ઢોળી પાલિકા તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આ દુષિત પાણીની સમસ્યા અંગે તાકીદે નિરાકરણ લાવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે સ્થાનિક મહિલા ઉર્મિલાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા એક માસથી આ વિસ્તારમાં પાણીના નળમાંથી દુષિત દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. જેને લઈને મહિલાઓને પીવાનું ચોખ્ખુ પાણી મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં ખાનગી બોરમાંથી પાણી મેળવવા રઝળપાટ કરવો પડે છે અને દિવસનો મોટાભાગનો સમય આ પીવાનું તેમજ વાપરવાનું પાણી એકત્ર કરવામાં જ જાય છે. તેઓએ આ દુષિત પાણીની ઘટનામાં બેદરકારી દાખવનારાઓ સામે પગલા ભરવાની માંગ કરી હતી.

આ અંગે સ્થાનિક મહિલા કુંવરબેને જણાવ્યું હતું કે, છેલ્લા એક માસથી આ વિસ્તારમાં દુષિત પીવાના પાણીની સમસ્યાને લઈને આ વિસ્તારમાં અનેક લોકો ઝાડા ઉલ્ટી સહિતની બીમારીઓનો ભોગ બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી. જેને લઈને તેઓએ તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...