તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In The First Incident In The History Of Anand Police, A Young Virgin Girl Fled In A Trap After Falling In Love, Was Caught From Surat, A Crime Was Registered Under POSCO

પ્રેમી પકડાયા:આણંદ પોલીસના ઇતિહાસમાં પ્રથમ ઘટના, લગ્ને લગ્ને કુંવારી યુવતી સગીર કિશોરને મોહપાશમાં લઇ ભાગી ગઈ , સુરતથી ઝડપાઈ ગઈ ,પોસ્કો હેઠળ ગુનો દાખલ કરાયો

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલાવમાં સગીરને ભગાડવાના કેસમાં ભાગેલી યુવતી સામે પોક્સોની કલમ ઉમેરાઇ
  • આંકલાવની નર્સરીમાં સાથે નોકરી કરતા હતાં જે દરમ્યાન પ્રેમ પાંગર્યો અને ભાગી ગયા
  • યુવતી અગાઉ બે વખત લગ્ન થયા હતા જેમાં છૂટાછેડા થઈ ચૂક્યા છે અને હાલ જ બોરસદ ખાતે તેની સગાઈ પણ થઈ હતી

આંકલાવ તાલુકાના બિલપાડ ગામે રહેતા 17 વર્ષિય કિશોરને નર્સરીમાં નોકરી દરમિયાન 25 વર્ષિય યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો અને બન્ને પખવાડિયા પહેલા ભાગી ગયાં હતાં. આ અંગે કિશોરના પિતાની ફરિયાદ આધારે આંકલાવ પોલીસે યુવતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેની તપાસમાં પોલીસે બન્નેને સુરતથી પકડી પાડ્યા હતા. આ કેસમાં ભાગ્યે જ બને તેવું પોલીસે યુવતી સામે પોક્સો અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી આંકલાવના બિલપાડ ગામે રહેતો 17 વર્ષિય કિશોર હઠીપુરાની નર્સરીમાં નોકરી કરતો હતો. તેની સાથે નર્સરીમાં રામપુરાની ગાયત્રીબહેન મગનભાઈ સોલંકી (ઉ.વ. આ.23) પણ નોકરી કરતાં હતાં.સાથે નોકરી દરમિયાન થોડા દિવસોની વાતચીત બાદ બન્ને પ્રેમમાં પડી ગયાં હતાં. દરમિયાનમાં 27મી મે, 21ના રોજ વ્હેલી સવારે કિશોર ક્યાંક ચાલ્યો ગયો હતો. આથી, તેના પરિવારજનોએ ચિંતિત બની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન કિશારને ગાયત્રીબહેન સાથે પ્રેમ સંબંધો હોવાનું જાણવા મળતાં તેમના ઘરે પહોંચ્યાં હતાં. પરંતુ ગાયત્રીબહેન પણ ઘરે નહતાં. આથી, તેઓ જ કિશોરને ભગાડી ગયો હોવાનો પાક્કુ થયું હતુ. આ અંગે આંકલાવ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગાયત્રીબહેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આંકલાવ પોલીસને તપાસમાં બાતમી મળી હતી કે બન્ને સુરત છે. આથી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. સોઢા સહિતની એક ટીમ સુરત પહોંચી હતી અને બન્નેને પકડી આંકલાવ લાવ્યાં હતાં. પોલીસ પુછપરછ દરમિયાન કિશોર ઘરેથી પાંચ હજાર અને ગાયત્રી સાતથી આઠ હજાર રૂપિયા લઇને ભાગ્યાં હતાં. વરાછામાં ભાડે મકાન રાખી રહેતા હતા. જેનું ત્રણ મહિનાનું ભાડું પણ એડવાન્સ આપી દીધું હતું. આ ઉપરાંત કિશોરને નોકરી મળી જતાં પોલીસ દરોડા દરમિયાન ઘરે હતો નહીં. પરંતુ પોલીસે કળથી કામ લઇ બન્નેને આંકલાવ લાવવામાં સફળતા મળી હતી.

પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ આ યુવતી અગાઉ બે વખત લગ્ન થયા હતા જેમાં છૂટાછેડા થઈ ચૂક્યા છે અને હાલ જ બોરસદ ખાતે તેની સગાઈ પણ થઈ હતી.યુવતી પુખ્ત વયની હોવા છતાં તે સગીર વયના છોકરાને મોહપાશમાં લઇ ભાગી ગઈ હતી.તે સુરત ખાતે ઘર ભાડે લઈ રહેતા હતા અને નોકરી શોધતા હતા.હજુ એ જાણવા નથી મળ્યું કે તેઓ ઘરે થી શુ અને કેટલી રકમ લઈ ભાગ્યા હતા.જોકે પોલીસ તપાસમાં આ યુવતીના વધુ કોઈ કારનામાં ખુલે તેવી માહિતી જાણવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...