તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમગ્ર ભારતમાં 16મી ફેબ્રુઆરીથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત બનાવવામાં આવ્યું હતું. જેને પગલે આણંદ શહેર પાસે આવેલા નેશનલ હાઈવે નંબર 8 સ્થિત વાસદ ટોલ પ્લાઝા પર સમગ્ર દિવસ દરમિયાન 500 ગણા વધુ વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર જ ફાસ્ટ ટેગ લગાવ્યા હતા. રસપ્રદ બાબત તો એ છે કે, ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં માત્ર 1517 લોકોએ ફાસ્ટેગ લગાવ્યા હતા. જ્યારે માત્ર 16મી ફેબ્રુઆરીના રોજ એટલે કે માત્ર એક જ દિવસમાં 697 લોકોએ ફાસ્ટેગ લગાવ્યા હતા. નોંધનીય છે કે અગાઉ પહેલી જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદ તેને મુલત્વી રાખીને 16મી ફેબ્રુઆરીથી ફરજીયાત બનાવવામાં આવ્યો હતો. ત્યારે એ સમયે જાન્યુઆરીમાં જ 2381 વાહનોએ તેમના વાહનો પર ફાસ્ટેગ લગાવી હતી. પરંતુ 16મીથી ફરજીયાત કરતાં માત્ર 16 દિવસમાં જ 2214 વાહનોએ ફાસ્ટેગ લગાવી દીધી છે.
જોકે, કેટલાંક સેન્ટર પર ચારથી પાંચ વાહનોની કતાર પણ જોવા મળી હતી.રાત્રિના 12 વાગ્યાથી ફાસ્ટેગ ફરજીયાત કરવામાં આવ્યા બાદ અલગ- અલગ કંપનીઓ દ્વારા કુલ 697 જેટલા વાહનો પર ફાસ્ટેગ લગાવવામાં આવ્યા હતા. વધુમાં પ્લાઝા પરની ઈન્કવાયરી વિન્ડો પર પણ મોટાભાગના વાહન ચાલકો દ્વારા પૈસા કેવી રીતે કપાશે તે સહિત કેટલું બેલેન્સ રાખવું પડશે અને કેટલો ચાર્જ લેવામાં આવશે તે સહિતની પૂછપરછ પણ કરવામાં આવી હતી.
પ્લાઝા પર વાહન ચાલકોએ ટેગ લગાવ્યા
સરકાર દ્વારા મંગળવારથી ટોલ ટેક્સ ફરજીયાત કરવામાં આવ્યા બાદ ફાસ્ટેગ વગરના વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પરના સેન્ટર પર ટેગ લગાવ્યા હતા. આમ, મોટાભાગના લોકો બમણો ટેક્સ ભરવાથી મુક્તિ મેળવવા પ્લાઝા પર જ જે સેન્ટર હતા ત્યાં ટેગ લગાવતા જોવા મળ્યા હતા.> રીતેશભાઇ દેશમુખ, મેનેજર, વાસદ ટોલ પ્લાઝા
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.