અકસ્માત:એસટીમાં કાર ભટકાતા મામલો પોલીસમાં, મુસાફરો અટવાયાં

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ- લાલપુરાના જૂના રસ્તા પર અકસ્માત

સલામત સવારી એસટી બસ અમારીના તંત્ર દ્નારા બણગાં ફૂકવામાં આવી રહ્યાં છે.ત્યારે આણંદ ડેપોમાંથી નાપા, લાલાપુરા તરફ જૂના રસ્તા પરથી પસાર થતી એસટીબસને એક કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે માર્ગ પર ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. આખરે મામલો શહેર પોલીસ મથકે પહોંચ્યો હતો.

આણંદ ડેપોમાંથી મંગળવારે બપોરે 12 કલાકે આણંદ નાપા લાલપુરા એસટી બસમાં મુસાફરો ભરીને રૂટ પર પસાર થઇ રહી ત્યારે આણંદ જૂના રસ્તા પર પસાર થતી વખતે એક કાર ચાલક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેના લીધે સમગ્ર મામલો આણંદ ટાઉન પોલીસે મથકે પહોંચ્યો હતો.

જો કે અકસ્માતના પગલે મુસાફરો હાલાકીઓનો ભોગ બન્યાં હતાં અને બીજી બસમાં મુસાફરી કરવી પડી હતી. આ અંગે આણંદ ડેપો મેનેજર હેતલ દરજીએ જણાવ્યું હતું કે આ અંગે મારા સુધી ફરિયાદ આવી નથી છતાં પણ સ્ટાફ અન્ય કર્મચારીની ફરિયાદ કરવામાં આવી હશે તો તપાસ કરીને કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...