• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In The 1990 Election, 1 Million Voters Were Registered For The First Time, 64 Candidates Were In The Fray, 45 Lost Their Deposits At The End Of The Result.

આણંદની ચૂંટણીનાં લેખા જોખા:વર્ષ 1990ની ચૂંટણીમાં પ્રથમ વખત 10 લાખ મતદારો નોંધાયાં, 64 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા, પરિણામના અંતે 45એ ડિપોઝીટ ગુમાવી

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – 2022 અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. આણંદ જિલ્લાના ઉદ્દભવ પહેલાની બૃહદ ખેડામાં સમાવિષ્ટ ઉમરેઠ, આણંદ, સારસા, પેટલાદ, સોજીત્રા (એસ.સી.),બોરસદ,ભાદરણ, અને કેમ્બે (ખંભાત) માટે 1990ના વર્ષમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત 10 લાખ ઉપરાંત મતદારો નોંધાયાં હતાં. જેમાં 5,34,799 પુરૂષ અને 5,00,305 મહિલા મતદારો નોંધાયાં હતાં. આ તમામમાંથી 3,65,021 પુરૂષ અને 2,77,719 મહિલા મતદારે મતદાન કર્યું હતું.
​​​​​રાજ્યમાં 1990ના વર્ષમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 27મી ફેબ્રુઆરી 1990ના રોજ મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ઉમરેઠ, આણંદ, સારસા, પેટલાદ, સોજીત્રા(એસ.સી.), બોરસદ, ભાદરણ, અને કેમ્બે (ખંભાત)ની બેઠકો મળી 8 બેઠકો ઉપર નોંધાયેલા કુલ મળી 10,35,104 મતદારોની સામે 6,42,740 મતદારોએ મતદાન કર્યુ હતું. વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે તમામ મતદાર બેઠકો ઉપર મતદારોની સંખ્યાને ધ્યાને લઈ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં હતા.
સરેરાશ 883 મતદારો સામે 1 મતદાન મથક
જે પૈકી ઉમરેઠ મતદાર વિભાગમાં સરેરાશ 883 મતદારો સામે 1 મતદાન મથક, આણંદ મતદાર વિભાગમાં સરેરાશ 918 મતદારો સામે 1 મતદાન મથક, સારસા મતદાર વિભાગમાં સરેરાશ 930 મતદારો સામે 1 મતદાન મથક, પેટલાદ મતદાર વિભાગમાં સરેરાશ 992 મતદારો સામે 1 મતદાન મથક, સોજીત્રા(એસ.સી.) મતદાર વિભાગમાં સરેરાશ 861 મતદારો સામે 1 મતદાન મથક, બોરસદ મતદાર વિભાગમાં સરેરાશ 1008 મતદારો સામે 1 મતદાન મથક, ભાદરણ મતદાર વિભાગમાં સરેરાશ 885 મતદારો સામે 1 મતદાન મથક અને કેમ્બે (ખંભાત)મતદાર વિભાગમાં સરેરાશ 907 મતદારો સામે 1 મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતુ. જે અન્વયે 8 મતદાર વિભાગ પૈકી ઉમરેઠ બેઠકમાં 141 મતદાન મથકો, આણંદ બેઠકમાં સૌથી વધુ 163 મતદાન મથકો, સારસા બેઠકમાં 130 મતદાન મથકો, પેટલાદ બેઠકમાં 122 મતદાન મથકો,સોજીત્રા (એસ.સી.)બેઠકમાં 137 મતદાન મથકો,બોરસદ બેઠકમાં 130 મતદાન મથકો,ભાદરણ બેઠકમાં 157 મતદાન મથકો અને કેમ્બે (ખંભાત)બેઠકમાં 144 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં હતાં.
કઈ બેઠક પર કેટલા ઉમેદવારો ?
આ વિધાનસભા મતદાર વિભાગ પૈકી ઉમરેઠમાં 10 પુરૂષ ઉમેદવારો, આણંદમાં 9 પુરૂષ ઉમેદવારો, સારસામાં 11 પુરૂષ અને 1 મહિલા ઉમેદવાર, પેટલાદમાં 5 પુરૂષ અને 1 મહિલા ઉમેદવાર, સોજીત્રા(એસ.સી.)માં 6 પુરૂષ અને 1 મહિલા ઉમેદવાર, બોરસદમાં 8 પુરૂષ ઉમેદવારો, ભાદરણમાં 4 પુરૂષ ઉમેદવારો અને કેમ્બે (ખંભાત)8 પુરૂષ ઉમેદવારો મળી આ 8 બેઠકો ઉપર 61 પુરૂષ અને 3 મહિલા ઉમેદવાર સહિત કુલ 64 ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી. મતગણતરી બાદ પરિણામ જાહેર થતાં 3 મહિલા ઉમેદવારો પૈકી 2 અને 61 પુરૂષ ઉમેદવારો પૈકી 43 ઉમેદવારો મળી કુલ 45 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.
કઇ બેઠકમાં શું પરિણામ રહ્યું હતું ?
ઉમરેઠ બેઠક ઉપર 62.03 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્‍પર્ધી કરતાં 11,253 મતની સરસાઈથી વિજેતા બન્યા હતા. આ બેઠક પર 10 ઉમેદવારો ચૂંટણી જંગમા હતા, જેમાંથી 8 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.
આણંદ બેઠક ઉપર 58.83 ટકા મતદાન થયું હતુ. આ બેઠકના વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્‍પર્ધી કરતાં 1,744 મતની સરસાઈથી વિજેતા બન્યા હતા. આ બેઠક પર 9 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી હતી.

સારસા મતદાર વિભાગમાં 59.69 ટકા મતદાન નોંધાયુ હતું. આ બેઠક ઉપર વિજેતા ઉમેદવારને તેના પ્રતિસ્‍પર્ધી કરતાં 8,733 મત વધારે મળ્યા હતા. આ બેઠક પર 12 ઉમેદવારો પૈકી 11 પુરૂષ અને 1 મહિલા ઉમેદવાર ચૂંટણી જંગમા હતા, જેમાંથી 8 પુરૂષ અને 1 મહિલા ઉમેદવારે તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

પેટલાદ મતદાર વિભાગની આ ચૂંટણીમાં 67.50 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક ઉપર પ્રથમ આવનાર ઉમેદવારને તેના પ્રતિસ્‍પર્ધી કરતાં 11,232 મત વધારે મળતા તેઓ વિજયી બન્યા હતા. આ બેઠક પર 5 પુરૂષ અને 1 મહિલા ઉમેદવાર મળી કુલ 6 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા, જેમાંથી 2 પુરૂષ અને 1 મહિલા મળી કુલ 3 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

સોજીત્રા મતદાર વિભાગ એસ.સી. કેટેગરી માટે અનામત જાહેર કરવામાં આવ્યો હતો. આ બેઠક પર 60.34 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પર 6 પુરૂષ અને 1 મહિલા મળી કુલ 7 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા, જે પૈકી 5 પુરૂષ ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

બોરસદ બેઠક ઉપર 67.60 ટકા મતદાન થયું હતું. વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્‍પર્ધી કરતાં સૌથી વધુ 39,839 મતની સરસાઈથી વિજેતા બન્યા હતા. આ બેઠક ઉપર ચૂંટણી જંગના 8 ઉમેદવારો પૈકી 6 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

ભાદરણ મતદાર વિભાગમાં આ ચૂંટણીમાં 68.12 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક ઉપર વિજેતા ઉમેદવારને તેના પ્રતિસ્‍પર્ધી કરતાં 25,752 મત વધારે મળતા વિજયી બન્યા હતા. આ બેઠક પર ચૂંટણી જંગના 4 ઉમેદવારો પૈકી 2 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

કેમ્બે (ખંભાત) વિધાનસભાની બેઠક ઉપર 52.75 ટકા મતદારોએ તેમના અધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ ઉમેદવારને તેના પ્રતિસ્‍પર્ધી કરતાં 18,791 મત વધારે મળતા તેઓ વિજેતા બન્યા હતા આ બેઠક પર ચૂંટણી જંગમા ઉભેલા 8 ઉમેદવારો પૈકી 5 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...