ઘર કંકાસ પોલીસ મથકે પહોંચ્યો:તારાપુરમાં પત્નીએ પતિને કામધંધો કરવાનું કહેતા ઢોરમાર મારમાર્યો, અપશબ્દો બોલીને ઘરમાંથી કાઢી મૂકી

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

તારાપુરના રહેમત પાર્ક સોસાયટીમાં રહેતો શખસ છેલ્લા એક વર્ષથી કામ ધંધો ન કરતો હોવાથી ચાર સંતાનોના ભરણ પોષણ માટે પત્નીએ કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને તેના માતા - પિતા સામે જ તેને ઢોરમાર માર્યો હતો. આ અંગે પરિણીતાએ પતિ સામે ફરિયાદ આપી હતી.

અપશબ્દ બોલી મારઝુડ કરી
તારાપુરમાં રહેમત પાર્ક સોસાયટીમાં રહેતા શખના લગ્ન 20 વર્ષ પહેલાં થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને ચાર સંતાનોનો જન્મ પણ થયો હતો. આ લગ્ન જીવન દરમિયાન શરૂઆતમાં યુવક મિનિ ટ્રકના ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી કોઇ કામ ધંધો કરતો નહતો. આથી, પરિણીતાએ તેને કામ ધંધો કરવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દ બોલી મારઝુડ કરવા લાગ્યો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ અંગે પરિણીતાએ જેઠ - જેઠાણીને વાત કરતાં તેઓ થોડી મદદ કરતાં હતાં. પરંતુ પતિ કામ ધંધો છોડી દીધો હતો અને ઘરમાં મારઝુડ શરૂ કરી દીધી હતી. આથી, કંટાળી પરિણીતા તેના માતા - પિતાને જાણ કરતાં તેઓ 8મી સપ્ટેમ્બરના રોજ તારાપુર આવ્યાં હતાં. આ સમયે તેઓએ પણ જમાઇને કામધંધો કરવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે ગુસ્સો પત્ની પર ઉતાર્યો હતો. શખસે જણાવ્યું હતું કે, હું કોઇ કામ ધંધો કરવાનો નથી, ભીખ માંગીને ખાવું હોય તો ખાજો. તેમ કહી પત્નીના વાળ પકડી જમીન પર પછાડી દઇ મારમાર્યો હતો. આ ઉપરાંત ધક્કો મારતા દિવાલમાં પછડાઇ હતી. જોકે, માતા-પિતાને તેને છોડાવી હતી. આ દરમિયાન પતિ કહેવા લાગ્યો હતો કે, તું ઘરમાંથી બહાર નિકળી જા અને હવે પછી ઘરમાં પગ મુક્યો છે, તો જીવતી નહીં મુકું. તેવી ધમકી આપી હતી. આ અંગે પરિણીતાની ફરિયાદ આધારે પતિ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...