તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાકૂટ:તારાપુરમાં આડા સંબંધના સમાધાનમાં કારણે પંચે નાણા ભરવાનું કહેતા બે શખ્સોએ ચપ્પાના ઘા ઝીંક્યાં

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

તારાપુરના મેલડી માતાના મંદિર નજીક બોડાણાના ટેકરા પર મંગળવારના રોજ આડાસંબંધના સમાધાન માટે દેવીપુજક સમાજનું પંચ ભરાયું હતું. જેમાં યુવકને દંડ પેટે નિશ્ચિત રકમ ભરવાનો આદેશ કર્યો હતો. જોકે, તેનાથી યુવકના પિતરાઇ ભાઈ ઉશ્કેરાઇ ગયાં હતાં અને યુવતીના પરિવારના એક સભ્યને ચપ્પાના ઘા ઝીંકી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક સારવાર માટે તારાપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે તારાપુર પોલીસે બે શખસ સામે ગુનો નોંધ્યો હતો.

નડિયાદના હેરંજ ગામે રહેતા શૈલેષ મનુભાઈ દેવીપુજક ત્રણેક મહિના પહેલા તેની સાસરી તારાપુર ખાતે રહેવા આવ્યો હતો. આ દરમિયાન તેના કુટુંબી સાળાની પત્ની સાથે આડોસંબંધ બાબતે કાકા સસરાએ રંગેહાથ પકડી પાડ્યો હતો. આ મામલે કુટુંબમાં ભારે વિરોધ થતાં સમાજના માણસો ભેગા મળી ઉકેલ કાઢવાનું નક્કી થયું હતું.

આ સમાધાન માટે 8મી જૂનના રોજ તારાપુર મોરજ રોડ પર મેલડી માતાના મંદિર નજીક ભેગા થવાનું નક્કી થયું હતું. જે સંદર્ભે 8મીએ બપોરના આશરે બે વાગ્યાના સુમારે મેલડી માતાના મંદિર નજીક આવેલા ખેતરમાં બધા ભેગા થયાં હતાં. જેમાં સમાજના રીત રીવાજ મુજબ પંચ ભેગું કરેલું અને આશરે સાંજના છ વાગે પંચોએ સમાધાન પેટે શૈલેષ મનુભાઈ દેવીપુજકને નિશ્ચિત રકમ ભરવાનું નક્કી કરી સમાધાનની ગોઠવણ કરી હતી. જોકે, શૈલેષભાઈના માસા ચંદુભાઈ શંકરભાઈ અને તેમનો દિકરો અરવિંદ (બન્ને રહે. બોરસદ)એ વિરોધ કર્યો હતો.

આ બન્ને શખસોએ વેવાઈના પિતરાઈ વિક્રમ કાન્તીભાઈને અપશબ્દ બોલી તમારા પંચવેડા માન્ય નથી તેમ કહી વિક્રમને લાતો મારી નીચે પાડી દીધો હતો અને વિક્રમને હું જીવતો નહીં રહેવા દઉં તેમ કહી અરવિંદ એકદમ ઉશ્કેરાઈ જઈ વિક્રમના પેટમાં ચપ્પાના ઘા ઝીંકી દીધાં હતાં. વિક્રમની બુમાબુમથી અન્ય કુટુંબીજનો દોડી આવતાં બન્નેએ હવે અમારું નામ લીધું તો તમો બધાને જીવતા નહીં રહેવા દઉં. તેવી ધમકી પી જતા રહ્યાં હતાં. જ્યારે લોહી લુહાણ હાલતમાં વિક્રમને તારાપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે તારાપુર પોલીસે અરવિંદ ચંદુભાઈ અને ચંદુ શંકરભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...