માથાભારે શખ્સોની દાદાગીરી:તારાપુરમાં ઠપકો આપતા ત્રણ શખ્સોએ ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતના પુત્રને ગાયનો ધક્કો વાગતા ઠપકો આપ્યો હતો

તારાપુરના લીમડી ચોકમાં રહેતા ખેડૂતના પુત્રને ગાયનો ધક્કો વાગ્યો હતો. આથી ખેડૂતે ગાયના માલિક રબારીને ઠપકો આપ્યો હતો. આથી, ત્રણ રબારી ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડી - લોખંડની પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ અંગે તારાપુર પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધ્યો હતો.

ધક્કો વાગતા ઠપકો આપ્યો
તારાપુરના લીમડી ચોકમાં રહેતા વિશાલ મનુભાઈ પટેલને સાડા ત્રણ વર્ષનો પુત્ર છે. 8મી જૂલાઇના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે તેઓ પુત્રને લઇ નાસ્તો કરવા મોટી ચોકડી પર ગયાં હતાં. આ સમયે રબારીવાસમાં રહેતો અલ્પુ રબારી ગાયો ભગાડતો આવતા ગાયનો ધક્કો વિશાલના પુત્ર હર્ષવરને વાગ્યો હતો. આથી, વિજયે અલ્પુને ઠપકો આપ્યો હતો. જેનાથી તે ઉશ્કેરાઇ જતાં ઝઘડો થયો હતો.

સમાધાન માટે બોલાવ્યા
આ ઝઘડામાં અલ્પુ તેનો ભાઈ કૌતુલ રબારી તથા તેના કાકા નવીન રબારીને બોલાવ્યો હતો. અહીં ઝઘડા બાબતે સમાધાન કરવા માટે વિજયને માર્કેટયાર્ડમાં બોલાવ્યો હતો. જ્યાં અલ્પુ રબારીએ લાકડી તથા કૌતુલ રબારીએ ખોળીવાળી લાકડી અને નવિન રબારી લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં મોંઢા, કમર અને પગ પર ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત દોઢ તોલાનો સોનાનો દોરો પણ ક્યાંક પડી ગયો હતો.

પોલીસે તપાસ હાથ ધરી
આ ઝઘડામાં છોડાવવા પચ્ચે પડેલા પ્રતિક અને બ્રિજેશને પણ મારમાર્યો હતો. જોકે, બુમાબુમથી આસપાસના લોકો દોડી આવતાં ત્રણેય રબારી ભાગી ગયાં હતાં. આ અંગે તારાપુર પોલીસે વિશાલ પટેલની ફરિયાદ આધારે અલ્પુ રબારી, કૌતુલ રબારી અને નવીન રબારી સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...