પરિણીતા પર ત્રાસ:તારાપુરમાં "તું હવે ગમતી નથી, તને રસોઇ બનાવતા આવડતી નથી" કહી પતિએ પત્નીને કાઢી મૂકી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીડીતાએ પતિ અને સાસુ, સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

તારાપુરના નભોઇ ગામે રહેતી પરિણીતાને તેના પતિએ લગ્નના 16 વર્ષ બાદ તું મને ગમતી નથી, તેમ કહી ત્રાસ આપી પિયરમાંથી રૂ.50 હજાર લાવવું કહી મારમારી ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે પરિણીતાએ તારાપુર પોલીસ મથકે પતિ ઉપરાંત સાસુ - સસરા સામે પણ ફરિયાદ નોંધાવી હતી.
પરિણીતાને મેણા ટોણા મારતા હતા
​​​​​​​
ઉમરેઠના ખોરવાડ ગામે રહેતા ગીરવતભાઈ ચૌહાણની પુત્રીના લગ્ન 16 વર્ષ પહેલા તારાપુરના નભોઇ ગામે રહેતા મહેશ કાળુભાઈ પરમાર સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને બે સંતાનોનો જન્મ પણ થયો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહેશનું વર્તન બદલાઇ ગયું હતું. તું હવે ગમતી નથી તને રસોઇ બનાવતા આવડતી નથી તેમ કહી પતી ઘરના કામકાજ અને દહેજ બાબતે મેણાં ટોણા મારતા હતાં. ઘરનું રસોઇનું કામ પણ કરવા દેતા નહોતાં.
​​​​​​​મારઝુડ કરી પરિણીતાને કાઢી મુકી
આ ઉપરાંત ખેતરની મજૂરી કામ કરાવતા હતાં. જ્યારે તારા પિતાએ મને દહેજમાં કંઇ આપ્યું નથી. હવે વધુ દહેજવાળી પત્ની લાવવાની છે. તેમ જણાવી પિયરમાંથી રૂ.50 હજાર લાવવા દબાણ કરતાં હતાં. વારંવાર ઢોર મારમારતા હતા. તેમાંય 15મી અને 16મી ઓગષ્ટના રોજ મારમારી મારઝુડ કરી પહેરેલા કપડે વિલાસબહેનને ઘરમાંથી કાઢી મુક્યાં હતાં.

આ અંગે પરિણીતાએ તારાપુર પોલીસ મથકે પતિ મહેશ પરમાર, સસરા કાળુ પરમાર અને સાસુ અમ્રતબહેન પરમાર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...