રોષ:તારાપુરમાં બસોની અનિયમિતતાથી ત્રસ્ત વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારના રૂટ કેન્સલ થતા હોવાથી શાળા-કોલેજમાં પહોંચવામાં વિલંબ

જિલ્લામાં કોરોનાની બીજી લહેર પછીનું જનજીવન પૂર્વવત બની ગયું છે પરંતુ ST બસોની અનિયમિતતાના કારણે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમાંય વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગુરૂવારે બસોની અનિયમિતતાથી ત્રસ્ત વિદ્યાર્થીઓએ તારાપુર એસટી ડેપોમાં રસ્તા રોકો કરી રોષ ઠાલવ્યો હતો.

તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક રૂટ કેન્સલ કરાયા છે જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર શાળા કોલેજ પહોંચી ના શકતા અભ્યાસ બગડે છે. આ બાબતે અનેક રજૂઆતો છતાં કોઇ પરિણામ ના આવતા આખરે તારાપુર એસટી ડેપોમાં વિદ્યાર્થીઓએ એસ.ટી બસો અટકાવીને હોબાળો મચાવ્યો હતો. જેથી એસટી ડેપોમાં અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પહેલા એસટીરૂટો નિયમિત દોડવાની ખાતરી આપવાની માગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...