તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તારાપુરમાં ગૌરક્ષકના નામે ડ્રાઈવર ક્લીનરને માર મારી લૂંટ આચરી

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખસોએ ફરિયાદ કરવાની અને જેલમાં પુરાવી દેવાની ધમકી આપી

તારાપુરમાં છેલ્લાં કેટલાંય સમયથી બની બેઠેલા ગૌરક્ષકોનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. તારાપુર પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષકના નામે બોટાદના ડ્રાઈવર ક્લીનરને માર મારી રૂપિયા નવ હજારની લૂંટ આચરનારા વધુ ચાર શખસો સામે તારાપુર પોલીસે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે. બોટાદના ગઢડા સ્થિત માંડોદરના રહેવાસી કલ્પેશ લાભુભાઈ ચૌહાણે તારાપુર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 14મી ઓગસ્ટના રોજ સાંજે તેઓ તેમજ કલીનર રાજુભાઈ પટેલ ગઢડાથી પોતાની આઈશરમાં પશુ ભરીને બરવાળાના પટણા ગામે જવા નીકળ્યા હતા.

એ સમયે તેમના આઈશરની પાછળ આ આઈશરના માલિક ભરતભાઈ હનુભાઈ ભરવાડ તથા પશુના માલિક રણછોડ ભરવાડ આવી રહ્યા હતા. દરમિયાન, રાત્રિનો સમય થતાં તેઓ તારાપુર સ્થિત ગિરનાર હોટલ પાસે રોકાયા હતા. એ સમયે કલ્પેશ ચૌહાણ પાસે ત્રણ શખસ આવી પહોંચ્યા હતા. જેમાં એક જણે પોતાનું નામ ગોપાલ ભરવાડ અને બીજાએ તેનું નામ અજીત ભરવાડ કહ્યું હતું. તે ત્રણેય જણે પોતાની ઓળખ ગૌરક્ષક તરીકે આપી હતી અને પશુ કટીંગ માટે લઈ જતા હોવાનું જણાવી ધાક-ધમકી આપી, બંનેને માર મારી તેમના ખિસ્સામાંથી રૂપિયા ચાર હજાર કાઢી લીધા હતા.

વધુમાં બીજા પૈસાની પણ માંગણી કરી હતી. થોડી વારમાં પાછળ કાર લઈને આવી રહેલાં ભરતભાઈ અને રણછોડભાઈને પણ તેઓ ત્રણેય તથા પાછળથી વધુ એક શખસ ભૂપેન્દ્ર ભરવાડ આવી પહોંચ્યો હતો અને તેમણે તારાપુર પોલીસ સ્ટેશને લઈ જવાનું કહીને તેમની આઈશર તારાપુર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં તેમણે ભરતભાઈના ખિસ્સામાંથી રૂપિયા પાંચ હજાર કાઢી લઈ ફરિયાદ કરવાની અને જેલમાં પુરાવી દેવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...