વિવાદ:આણંદના તારાપુરમાં પોલીસે વીડિયો ઉતાર્યો હોવાના વ્હેમે ટ્રક ચાલકને માર માર્યો, તો ટ્રકચાલકે ગાડી ચડાવવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધ્યો

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તારાપુર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મી હસમુખ ગઢવી તથા વાનના ડ્રાયવર જગદીશ સોમાભાઈ તારાપુર વટામણ હાઈવે પર માસ્કની કામગીરી કરી રહ્યા હતા. વટામણથી તારાપુર તરફ આવી રહેલી ટ્રકમાં ચાલકે મોબાઈલમાં વિડિયો ચાલુ રાખ્યો હતો. બંનેને ચાલક તેમનો વિડિયો ઉતારી રહ્યો હોવાનો વહેમ જતાં તેમણે ટ્રક ચાલકનો પીછો કરી હોટલ સુપ્રિમ પાસે તેને અટકાવ્યો હતો. અને ચાલકનો ફોન ઝુંટવી તપાસ હાથ ધરી હતી. જોકે, આ બાબતેે પોલીસકર્મીઓ અને ચાલક વચ્ચ માથાકુટ થઈ હતી.

બનાવની જાણ થતાં ક્લીનર પણ વચ્ચે પડ્યો હતો. જેને પગલે પોલીસકર્મીઓએ તેમને માર માર્યો હતો. સમગ્ર બનાવ સંદર્ભે ટ્રક ચાલકે આક્ષેપ કર્યો હતો કે, પોલીસે તેને માર માર્યો હતો. બીજી તરફ વાઈરલ વિડિયોમાં ચાલકે પણ પોતાની ગાડી પોલીસ પર ચઢાવી દેવાની ધમકી ઉચ્ચારતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસકર્મીઓ વિરૂદ્ધ તપાસના આદેશ
તારાપુરમાં થયેલી ઘટના બાબતે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. તેણે જે સોશ્યલ મીડિયામાં વિડિયો વાઈરલ કર્યો છે તે બાબતની તપાસ થશે. ઉપરાંત, બંને પોલીસકર્મીઓની કામગીરી બાબતે પણ તપાસના આદેશ આપ્યા છે. - અજીત રાજીયાન, જિલ્લા પોલીસ વડા, આણંદ

બંને કર્મીઓની બદલી કરવામાં આવે તેવી માંગ
હાલ બંને પોલીસ કર્મીઓ વિરૂદ્ધ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 15 વર્ષથી રાજકીય વગના કારણે બંને પોલીસકર્મીઓ તારાપુર પોલીસ સ્ટેશનમા ફરજ બજાવે છે. તેમની બદલી થતી નથી. તેઓની દાદાગીરી એટલી સુધી વધી ગઈ છે કે મોટાભાગના લોકો તેમના વિરૂદ્ધ ફરિયાદ કરે છે પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...