તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:તારાપુરમાં પરણિતાએ ઝેરી દવા પી જતા મોત

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

તારાપુરના રેલ ગામમાં રહેતી 30 વર્ષીય પરણિતાએ તેના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.તારાપુરના રેલ ગામે 30 વર્ષીય નયના મકવાણા રહે છે. તેના લગ્ન નવ વર્ષ અગાઉ મુકેશ નામના યુવક સાથે થયા હતા. તેમને સંતાનમાં ત્રણ બાળકો છે.

મંગળવારે સાંજે છ વાગ્યે તેણીએ ઝેરી દવા ગટગટાવી હતી. જેને કારણે તેને ઉબકા આવવા લાગ્યા હતા. આ બાબતે પરિવારજનોએ તેને પૂછતાં તેણીએ ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. જેને પગલે તાત્કાલિક તેના પરિવારજનો પ્રાથમિક તપાસ અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ આણંદની ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો