હત્યા:સુંદલપુરામાં માત્ર 1200ની ઉઘરાણી માટે તકરાર, યુવકનું ગળું દબાવી હત્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકે ઉછીના લીધેલા રૂા. 3200માંથી રૂા. 2000 પરત કરી દીધા હતા
  • ​​​​​ બેસતા વર્ષે ઉઘરાણીઅે જતાં થોડો સમય પછી અાવવા કહ્યું હતું

ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે રહેતા અને મંજુસર જીઆઇડીસીમાં નોકરી કરતા ફ્રાન્સિસ વાણીયાએ ગામના જ વિનુભાઈ સોલંકી પાસે રૂપિયા રૂ.1200 ઉછીના લીધા હતા.તે વિનુભાઇએ પરત માંગતા બંને વચ્ચે તકરાર થતાં ફાન્સિસ પર વિનુભાઇ હુમલો કર્યો હતો. જેથી તેનું મોત નિપજતા પંથકમાં અરેરાટી મચી ગઇ છે.

ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે રહેતા અને મંજુસર જીઆઇડીસીમાં નોકરી કરતા ફ્રાન્સીસ વાણીયાએ ગામના વિનુભાઇ ઉર્ફે વિનોદભાઇ હીરાભાઇ સોલંકી પાસેથી અગાઉ આશરે એક મહિના પહેલા રૂ. 3200 ઉછીના લીધેલા જેમાં રૂ.2000 વિનુભાઇને પાછા આપી દીધા હતા અને રૂપિયા 1200 આપવાના બાકી હતા. જેથી અવારનવાર આ વિનુભાઇ સોલંકી ફ્રાન્સીસ પાસે બાકીના રૂપીયા માંગતો હતો.જેથી ફ્રાન્સિસે નજીકના દિવસોમાં પરત આપવા જણાવ્યું હતું.તે દરમ્યાન બુધવારે સાંજના સુમારે ફ્રાન્સિસ પરિવાર સાથે બહાર બેઠો હતો.

તે સમયે આરોપી વિનુભાઇ ઉર્ફે વિનોદભાઇ હીરાભાઈ સોલંકી ઘરે આવી ફ્રાન્સિસ તરફ ધસી આવ્યો અને તાડુકયો કે હું તારી પાસે રૂપિયા1200 માંગુ છું તે મને આપી દે.વિનુભાઈ સોલંકીને ગુસ્સામાં જોતા જ ફ્રાન્સીસે તથા તેના મા-બાપે અને ભાઈ એ ઉપરાણું લેતા જણાવ્યું કે, બેસતા વર્ષનો તહેવાર છે જેથી હમણાં મોડેથી આવી શાંતીથી વાત કરજે તેમ કહેતા જ વિનુભાઇ ઉર્ફે વિનોદભાઇ હીરાભાઇ સોલંકી એકદમ ઉશ્કેરાઇને ફ્રાન્સીસનું બે હાથથી ગળું દબાવી હત્યા કરી હતી. આ હુમલામાં ફ્રાન્સિસનો ભાઈ આકાશ વાણીયા છોડાવવા વચ્ચે પડતા વિનુભાઈએ તેને પણ મારી નાખવાના ઇરાદે જોરથી ગળું દબાવ્યુ હતું પરંતુ લોકો આવી જતાં તેનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...