તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાકૂટ:સોજિત્રાના ઇસણાવમાં બાળકોના ઝગડામાં વડીલો બાખડ્યાં, લાકડાનો દંડો માથામાં મારતાં ગંભીર ઇજા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નજીબી બાબતે પાડોશીએ પાડોશી પર વાર કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

સોજિત્રા તાલુકાના ઇસણાવ ગામમાં બાળકોની લડાઇમાં વડીલો અંદરો અંદર બાખડ્યાં હતાં. જેમાં લાકડાના દંડાથી માર મારતા એકને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે સોજિત્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ઇસણાવ ગામે રહેતા વિજયકુમાર મનુભાઈ પરમારની બાજુમાં તેમના પિતરાઇ સંજયકુમાર કાન્તીલાલ બારૈયા પણ પરિવાર રહે છે. 14મી જૂનની સવારે વિજયકુમાર ઘરે હતા તે સમયે સંજયકુમારના ઘરની પાછળ નાના બાળકો રમતાં હતાં. જેમાં સામેના ફળીયામાં રહેતા હિતેશ રાવજીભાઈ તળપદાનો દિકરો પણ રમતો હતો. રમતાં રમતાં બાળકો ઝઘડી પડ્યાં હતાં.

આ બાબતે સંજયકુમારે ઠપકો આપ્યો હતો. જેના કારણે મોટાઓ વચ્ચે ઝઘડો ઉભો થયો હતો. આ ઝઘડામાં હિતેશ રાવજીભાઈ તળપદા લાકડાનો દંડો લઇ આવ્યો હતો અને સંજયને માથામાં જોરદાર પ્રહાર સાથે મારી દીધો હતો. જેને કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. સંજયની બુમાબુમથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જેથી હિતેશ ભાગી ગયો હતો. આ અંગે વિજયકુમારની ફરિયાદ આધારે સોજિત્રા પોલીસે હિતેશ રાવજી તળપદા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...