નજીવી બાબતે હુમલો:સોજિત્રાના બાલીન્ટામાં અપશબ્દો બોલવાની ના પાડતા ચાર શખસોએ આધેડ પર જીવલેણ હુમલો કર્યો

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર અપશબ્દ બોલી રહ્યાં હોવાથી ઠપકો આપતા શખ્સો ઉશ્કેરાઇ ગયાં હતા
  • આ અંગે સોજિત્રા પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સોજિત્રા તાલુકાના બાલીન્ટા ગામે રહેતા આધેડ પર ચાર શખસે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી આધેડને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે સોજિત્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાલીન્ટા ગામે રહેતા પુનમભાઈ કોડાભાઈ ચુનારા 6ઠ્ઠી જૂનના રોજ સાંજના તેમના ઘર પાસે હતાં. આ દરમિયાન ગામના ગોરધન છગન સોલંકી, રાજુ છગન સોલંકી, મગન અમરા સોલંકી, ભરત ઉમેદ સોલંકી રસ્તા પર અપશબ્દ બોલી રહ્યાં હતાં. જેથી પૂનમભાઈ અને સુરેશભાઈએ તેમને અપશબ્દ બોલવાની ના પાડી હતી. જેના પગલે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ગોરધન, રાજુ, મગન અને ભરત ઉશ્કેરાઇ ગયાં હતાં અને બન્ને પર લાકડીથી હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ અંગે સોજિત્રા પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...