સોજિત્રામાં રહેતી યુવતીના પતિનું અઢી વર્ષ પહેલા મૃત્યું નિપજ્યું હતું. બાદમાં તે તેના દીયરના પ્રેમમાં પડી હતી. પરંતુ પરિવારે આ સંબંધ ન સ્વીકારતા બન્ને ભાગી ગયાં હતાં. જોકે, વિધવાને ગર્ભ રહેતાં દીયરે હાથ ઉંચા કરી દીધા હતા અને તેને રાખવાની ના પાડી દીધી હતી. આથી, તેઓએ અભયમને જાણ કરી હતી. જેના પગલે અભયમની ટીમે દીયરને કાયદાકીય ભાન કરાવતા સમાધાન કરાવ્યું હતું.
ગર્ભ રહેતા દિયરે સાથે રાખવાનો સાફ ઈન્કાર કરી દિધો
આણંદ જિલ્લાના સોજીત્રામાં રહેતા યુવતીના પતિનું અઢી વર્ષ પહેલા અવસાન થયું હતું. દરમિયાન સાસરીમાં સારુ ન હોવાથી તેણી તેના નાના બાળકને લઈને પીયર રહેવા આવી હતી. જોકે, દરમિયાન વિધવાના કાકા સસરાના દિકરા સાથે મનમેળ થતા બન્ને પ્રેમમાં પડ્યા હતા. જે બાદ દીયર સાથે વિધવા બાળકને લઈને સૌરાષ્ટ્રમાં ભાગી ગયા હતા. જ્યા એક વર્ષ રહ્યા બાદ પરત ફર્યા હતા. દરમિયાન વિધવાને બે મહિનાનો ગર્ભ રહેતા દીયરે હાથ ઉચા કરીને સાથે રાખવાનો સાફ ઈન્કાર કરી દિધો હતો. આથી વિધવાએ અભયમની ટીમને જાણ કરી હતી. જેથી આણંદની 181 અભયમ દ્વારા ઘટના સ્થળે પહોચીને કાઉન્સિલીગ કરવામાં આવ્યું હતું. ટીમે દિયરને કાયદાકિય ભાન કરાવતા સમાધાન કરાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.