સોજિત્રામાં દિગમ્બર જૈન સમાજની આવેલી જમીન પર બે શખસે કબજો કરી તેના પર સ્કૂલ બનાવી દીધી હતી. આ અંગે પોલીસે લેન્ડ ગ્રેબીંગ હેઠળ બે શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોજિત્રામાં દિગમ્બર જૈન સમાજના સોજિત્રા સંભા વિશા મેવાડા દિગમ્બર જૈન ટ્રસ્ટની સીટી સર્વે નં.64 વાળી જમીન આવેલી છે. આ મિલકતમાં સોજિત્રાના દેવેશ મનહરલાલ શાહ (રહે.માતૃછાયા, જૈન મંદિર સામે, સોજિત્રા) તથા ધીરેન વિપીનચંદ્ર શાહ (રહે.દાસવાળાની ખડકી સામે, સોજિત્રા)એ પોતાનો કબજો કરી પંચની મંજુરી વગર કોઇને કહ્યા વગર ટ્રસ્ટનું મકાન તોડી તેમાં ખાનગી સ્કૂલનું બાંધકામ કરી દીધું હતું. આ ઉપરાંત શાળાની ચારેય બાજુ કમ્પાઉ્ડ વોલ બનાવી દીધી હતી.
મહત્વનું છે કે આ સઘળી બાબતે સમાજના પંચોના માણસો દ્વારા અવાર નવાર કહેવા છતાં તેઓ મિલકત પર કબજો કરેલો હતો. જે છોડતા નહતા. આ અંગે 11મી મે,22ના રોજ ડિસ્ટ્રીક્ટ લેન્ડ ગ્રેબીંગ કમિટિમાં રજુઆત કરતાં તપાસ કરવામાં આવી હતી. જેમાં દેવેશ મનહર શાહ અને ધીરેન વિપીનચંદ્ર શાહ સામે ફરિયાદ કરવા આદેશ કર્યો હતો.આ અંગે સોજિત્રા દિગમ્બર જૈન સમાજના ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઇ વિઠ્ઠલદાસ શ્રોફે સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.