સોજીત્રા ગામની જનતાને પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે 10 વર્ષ અગાઉ આરો પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. જે તે સમયે કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં પીવાના પાણીની પાઇપ લાઇન નાંખવામાં આવી હતી. જે તે સમયે તંત્રે તકેદારી ન રાખતાં પાઇપ લાઇનનું લેવલ ઉંચાનીચી રહેતા આજદિન સુધી ગામમાં શુદ્ધ પીવાનું પાણી મળ્યું નથી.
તેમજ બીજી પાણીની ટાંકી બનાવી હતી તે પણ ધૂળખાઇ રહી છે. તેમ છતાં પાલિકા તંત્ર સામાન્ય પાણી વેરો 600 અને ખાસ પાણીવેરો 300 રૂપિયા મળી રૂા 900 વસુલવા છતાં 20 હજારથી વધુ કનેક્શન ધારકોએ ક્યારે નળમાં શુધ્ધ પીવાનું પાણી જોવા મળ્યું નથી. જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સોજીત્રા ગામે 10 વર્ષ અગાઉ ભાજપના શાસનમાં ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ નાંખવાની કામગીરી હાથધરી હતી. જે તે સમયે કેનાલમાંથી પાણી લઇને તેનું શુધ્ધીકરણ કરીને ગામના 20 હજાર કનેક્શન ધારકોને શુધ્ધ પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે માટે ગામની બહાર મુખ્યરોડ કેનાલ નજીક પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. તેમજ ગામમાં દરેક વિસ્તારમાં નવી પાણીનીપાઇપ લાઇન કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી હતી. પરંતુ જેતે સમયે તંત્રએ તકેદારી ન રખતાં પાઇપ લાઇનનું લેવલ ઉંચાનીચી રહેવા પામ્યું હતું. જેના કારણે પાણી છોડે તુરંત પાઇપ લાઇન ફાટી જતી હતી.
તેનું નિરાકરણ લાવવાની જગ્યાએ આખો પ્રોજેક્ટ બંધ કરી દીધો હતો. ત્યારબાદ પાલિકામાં કોંગ્રેસ શાસન આવ્યું હતું. તેઓએ પણ આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે કોઇ જ પગલાં લીધા ન હતા. હાલમાં ભાજપનું શાસન છે. પરંતુ ધૂળ ખાતા પ્રોજેક્ટ પુન: શરૂ કરવામાં આવતો નથી. જેથી ગ્રામજનોને ખારૂ પાણી પીવું પડે છે. જેથી હાંડકાના રોગનો ભોગ બને છે. જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શુધ્ધ પાણીના નામે પાલિકા ~300નો અલગ ટેક્ષ વસુલે છે
સોજીત્રા નગરપાલિકા દ્વારા શુદ્ધ પાણી નગરજનોને આપવા માટે અલગ ટેક્ષ વસુલવામાં આવે છે. જેમાં સામાન્ય પાણી વેરો 600 અને સ્પેશીયલ પાણી વેરો રૂા 300 મલી કુલ 900 રૂપિયા વસુલવા છતાં આજદિન સુધી ગ્રામજનોએ શુદ્ધ પાણીનું ટીપું જોયુ નથી. જે અંગે પાલિકામાં રજૂઆત કરીને થાકી ગયા પણ કોઇ જ પગલાં લેવાતા નથી.> રીતેષ આર પરમાર, સ્થાનિક રહીશ
તંત્રની બિન આવડતથી ગ્રામજનો શુદ્ધ પાણીથી વંચિત
સોજીત્રામાં 2010ની આસપાસ પાલિકા દ્વારા શુદ્ધ પાણી પુરૂ પાડવા માટે ગામના દરેક વિસ્તારમાં પાઇપ લાઇન નાંખવામાં આવી હતી. પરંતુ લેવલના અભાવે પાણી છોડતાં જ લીકેઝ થઇ જતી હતી. જેથી પાલિકાએ કામ પડતું મુક્યું હતું. જેના કારણે આરો પ્લાન્ટ ધૂળ ખાઇ રહ્યો છે. તેમજ નવી બનાવેલી પાણીની ટાંકી બંધ હાલતમાં છે. જેથી વર્ષોજૂની ટાંકીમાંથી પાણી આપવામાં આવે છે. > એચ.આર .વ્હોરા, સ્થાનિક રહીશ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.