તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવકે કરી યુવકની છેડતી:સોજીત્રામાં એક યુવકે તેના જ મિત્રને સ્મશાનમાં લઈ જઈ શારીરિક છેડછાડ કરતા પોલીસ ફરિયાદ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીના ડરના કારણએ ભોગ બનનાર ગામ છોડી જૂનાગઢ ચાલ્યો ગયો હતો

સોજીત્રા તાલુકામાં આરોપી તથા ફરીયાદી યુવક મિત્ર થતા હોય આરોપીએ ફરીયાદીને પોતાના બાઇક ઉપર બેસાડી સ્મશાનમાં લઇ જઇ તેના કપડા ઉતરાવી બાથ ભરી લીધી હતી. મિત્રની આવી ખરાબ વર્તણૂંકથી ડઘાઈ ગયેલ ફરિયાદી આરોપીને બચકું ભરી ભાગી ગયો હતો. જે બાદ આરોપીએ આ વાત કોઇને કરી તો મારવાની ધમકી આપી ગાળો બોલી ફરિયાદીના ગાલે ઉપર બે ત્રણ લાફા ઝીંકી દીધા હતા. જે બાબતને લઇ મનમાં લાગી આવતાં ફરિયાદી જિલ્લા બહાર ભાગી ગયો હતો. જ્યાંથી તેના પરિવારજનોને સંપર્ક કરતાં તેને સોજીત્રા લાવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે. જે બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સોજીત્રા તાલુકાના દેવાતજના ફરિયાદી (ઉ.વ.20) અને ખાનપુરમાં જશભાઇ શનાભાઇ સોલંકીના ઘરે મુ.રહે વારણાના શંકરભાઇ વીરાભાઇ વાઘેલા (ઉ.વ. 32) છેલ્લા ત્રણેક વર્ષથી રહેતા હોય અને ફરિયાદી ગાડા ગામે દૂધ ભરવા જતો આવતો હોઇ ફરિયાદીને આ શંકરભાઇ વીરાભાઇ વાધેલાનાઓ સાથે મિત્રતા થઇ હતી.

ફરિયાદીના જણાવ્યા મુજબ આશરે દશેક દિવસ પહેલા સાંજના આશરે છ વાગ્યાના સુમારે ભેંસોનુ દુધ ભરવા માટે ગાડા ગામે ગયો હતો. દુધ ભરી ફરિયાદી દુકાને મસાલો લેવા માટે ગયો હતો. તે દરમિયાન સાંજના સાડા સાતેક વાગ્યે શંકરભાઇ વીરાભાઇ વાધેલા (હાલ રહે.દેવાતજ ખાનપુરા) મળ્યો હતો. જે વખતે તણે જણાવેલ કે હાલ આપણે આવીએ તેમ કહી ફરિયાદીને તેના બાઇક ઉપર બેસાડી ગાડા ગામના સ્મશાનમાં લઇ ગયો હતો. જ્યાં ફરિયાદીને વિધી કરવાનું કહીં તેનાં કપડાં ઉતારી દીધાં હતાં. અને પછી ફરિયાદીને સીધી બાથ ભીડી લીધી હતી.

આ ઘટનાથી ડરી અને ડઘાઈ થઇ ગયેલ ફરિયાદીએ આરોપી શંકર વાઘેલાને જોરથી બચકુ ભરી લીઇ પોતાને છોડાવી ત્યાંથી ભાગી ગયો હતો. જે બાદ ફરિયાદી ખાનપુરાના રસ્તે થઇ ઘરે જતો હતો તે સમયે રાતના આઠેક વાગ્યે શંકર વાઘેલા ફરિયાદીની પાછળ પાછળ પહોંચી ધમકી આપી જણાવેલ કે જો તે આવી વાત કોઇને કરી તો તને મારી નાખીશ. જેથી ફરિયાદીએ આ બાબત ઘરના લોકોને જણાવવાનું કહેતાં શંકર વાઘેલાએ ફરિયાદીને ફેંટ પકડીને બે ત્રણ લાફા ઝીંકી દીધા હતા.

ઉપરોકત હકીકત ફરિયાદી યુવકે ઘરે આવી ને પરિવારને કરી તથા ઘરના બીજા માણસોને કહેલી જેથી આ ઘટનાની વાત ગામમાં બીજા મિત્રોને થઇ જતાં તે ફરિયાદી યુવકને અવાર નવાર ચીડવવાનું ચાલું થયું હતું. જેથી કંટાળી તા. 10/7/21 ના રોજ સવારના સાતેક વાગ્યે ગાડા ગામે ડેરીમાં દૂધ ભરી દૂધની બરણી ડેરીએ મુકી ફરિયાદી પલોલ ચોકડીએથી છુટક વાહનમાં બેસી તારાપુર ગયો. તારાપુરથી બગોદરા ગયો અને બગોદરાથી બસમાં બેસી જુનાગઢ પહોંચી ગયો હતો.

જ્યાં એક દુકાનદાર વેપારીએ પરિસ્થિતિ ની ગંભીરતા સમજતા આ ફરિયાદી યુવકને નજીકના પોલીસ સ્ટેશન મુકી ગયો હતો. જ્યાંથી ફરિયાદીના પિતા સાથે વાત કરતાં અને રવિવારે વહેલી સવારના ફરિયાદીના પિતાજી તથા કાકા ગોરધનભાઇ આત્મારામ સોલંકી તથા સતિષભાઇ ભીખાભાઇ સોલંકી જુનાગઢથી લઇ આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાબતે સોજીત્રા પોલીસ સ્ટેશનમાં જણ કરી શંકરભાઇ વીરાભાઇ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...