હવસખોરે હદ વટાવી:સોજિત્રામાં શખ્સે પરિણીતાની એકલતાનો લાભ લઇ ચપ્પુ બતાવી દુષ્કર્મ ગુજારતાં ચકચાર

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ-બાળકોને મારી નાખવાની ધમકી આપી ચુપ રહેવા દબાણ પણ કર્યુ
  • પરિણીતા એકલી હતી તે દરમિયાન ઘરમાં ઘુસી જાતિય અત્યાચાર ગુજાર્યો
  • પરિણીતાએ સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો

સોજિત્રા તાલુકાની પરિણીતા ઘરે એકલી હતી તે દરમિયાન ગામનો શખ્સ ઘરમાં ઘુસી ગયો હતો અને ચપ્પુ બતાવી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત પરિણીતાના પતિ અને બાળકોને મારી નાંખવાની ધમકી આપી ચુપ રહેવા જણાવ્યું હતું. આ અંગે પરિણીતાએ સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

સોજિત્રા તાલુકાનો નિલેશ પસાભાઈ રોહિત નામનો શખ્સ 7મી જૂન, 2021ની મોડી રાત્રે એક પરિણીતાના ઘરમાં ઘુસી ગયો હતો. પરિણીતાની એકલતાનો લાભ લઇ તેને ચપ્પુ બતાવી તેના પતિ તથા બાળકોને મારી નાંખવાની ધમકી આપી તેણે જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. બાદમાં તે છેલ્લા એક વર્ષથી અવાર નવાર પરિણીતાના ઘરે જતો હતો અને પરેશાન કરતો હતો. આખરે આ બાબતે પરિણીતાએ સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે નિલેશ રોહિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...