• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Shili Village Of Anand, Four Men Thrashed A Farmer, Attacked Him With Toothpicks And Seriously Injured Him On The Road.

હુમલો:આણંદના શીલી ગામમાં રસ્તા બાબતે ચાર શખ્સે ખેડૂતને મારમાર્યો, દાંતરડાંથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભોળજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઉમરેઠ તાલુકાના શીલી ગામે રસ્તે આવવા - જવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં ચાર શખસે ખેડૂતને મારમારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે ખંભોળજ પોલીસે ચાર શખસ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શીલી ગામના રધુપાર ખેતરમાં રહેતા મનુભાઈ પ્રતાપસિંહ ઝાલા ખેતી કામ કરે છે. તેઓને ગામના મોન્ટુ ગોવિંદ પરમાર સાથે 7મી સપ્ટેમ્બરના રોજ રસ્તે આવવા - જવા બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં મોન્ટુ પરમારે અપશબ્દ બોલી ઝપાઝપી કરી હતી. આ દરમિયાનમાં ગોવિંદ પુનમ પરમાર, ગંગાબહેન ગોવિંદ પરમાર, રશ્મિકાબહેન માના પરમાર દોડી આવ્યાં હતાં અને તેઓએ દાતરડાંથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત વચ્ચે પડેલા મનુભાઈના પરિવારજનોને પણ ગડદાપાટુનો મારમાર્યો હતો.

આ અંગે ખંભોળજ પોલીસે મોન્ટુ પરમાર, ગોવિંદ પરમાર, ગંગાબહેન પરમાર અને રશ્મિકાબહેન પરમાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...