• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Seemarda Village, Smugglers Raided The Locked House Of A Family Who Had Gone Out For Dinner, Rs. 53,000 Worth Of Stolen Property Absconding

તસ્કરોનો તરખાટ:સીમરડા ગામે બહાર જમવા ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં, રૂ. 53 હજારની મત્તા ચોરી ફરાર

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટલાદ તાલુકાના સીમરડા ગામે રહેતો ખેડૂત પરિવાર મંદિરના જમણવારમાં ગયો હતો. તે દરમિયાન તેના ઘરમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડ, દાગીના મળી કુલ રૂ.53 હજારની મત્તા ચોરી કરી ગયાં હતાં. આ અંગે પેટલાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
​​​​​​​પોલીસે તપાસ હાથ ધરી
સીમરડા ગામે ઈન્દીરા કોલોનીમાં રહેતા નયનભાઈ સુરેશભાઈ ઠાકોર ખેતી કામ કરે છે. તેઓ 9મીની સાંજે પરિવાર સાથે મહાતમરામજી ભગવાનના મંદિરમાં રાખેલા જમણવાર માટે ગયાં હતાં. તેઓ જમી પરિવાર પરત ઘરે આવ્યાં હતો ત્યારે ઘરની હાલત જોઇ ચોંકી ગયાં હતાં. તેમના ઘરની લાકડાની બારી કોઈએ તોડી નાંખી અને ખુલ્લી કરી હતી. આથી, ઘરનો દરવાજો ખોલી અંદર જઇ તપાસ કરતાં સામાન વેરણ છેરણ પડ્યો હતો. લોખંડની તિજોરી ખુલ્લી પડી હતી. તપાસ કરતાં તિજોરીમાં લોકરમાં મુકેલા રોકડ રૂપિયા 33 હજાર તથા દાગીના મળી કુલ રૂ.53 હજારની મત્તા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ અંગે પેટલાદ શહેર પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...