વાનરનો આતંક:આણંદ નજીક આવેલા સારસા ગામમાં કપીરાજે 6ને બચકાં ભરીને ઇજા પહોંચાડી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત મહિલાને 11 ટાંકા લેવા પડ્યા
  • સરપંચે ફરિયાદ કરતાં પાંજરૂ મુકાયું

આણંદ નજીક આવેલા સારસા ગામમાં બસ સ્ટેશન પાસે કપીરાજે 6 વ્યકિતને ઇજા પહોંચાડી હતી. ગ્રામજનોએ આણંદ વન વિભાગને ફરિયાદ કરતાં તેઓએ સ્થળ પર પહોંચીને વાનરને પકડવા માટે પાંજરૂ મૂક્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ સારસા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં છેલ્લા બે દિવસથી વાનરે આંતક મચાવ્યો હતો. સારસા ગામના રહીશોએ જણાવ્યું હતું કે, એક મહિલાને શરીરે ગંભીર ઇજા પહોંચાડતા 11 ટાંકા આવ્યા હતા. ત્યારબાદ કુલ 6 વ્યકિતને શરીરે બચકાં ભરીને ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સારસા ગામના સરપંચ ઇન્દિરાબેન પટેલે વનવિભાગને જાણ કરી હતી. આથી વન વિભાગની ચાર જેટલી ટીમો સ્થળ પર પહોંચી ગઇ હતી. વાનરને પકડી લેવા માટે પાંજરૂ મુકી દેવાયું છે. ટુંક સમયમાં વાનરને પકડીને સલામત સ્થળે છોડી દેવામાં આવશે તેમ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...