તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • In Primary Gujarati School Hadgood, The Election Of The Management Committee Was Held In A Democratic Manner, Out Of The Total Parents Of 840 Children, 577 Parents Voted.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ પહેલ:પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં વ્યવસ્થાપન સમિતીની ચૂંટણી લોકશાહી પદ્ધતિથી યોજાઇ, કુલ 840 બાળકોના વાલીમાંથી 577 વાલીઓએ મતદાન કર્યું

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રાથમિક શાળાની SMCનું સિલેકન નહીં પરંતુ ચૂંટણી કરીને સભ્યોની રચના કરાઇ
 • ચૂંટણી પ્રકિયા પ્રમાણે બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજાઈ હતી
 • ચૂંટણીમાં ચાર મહિલા સભ્યોને બિનહરીફ જાહેર કરાયા

આણંદના હાડગુડ પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની ચૂંટણી યોજવામાં આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કુતુહલ સર્જાયું છે. સામાન્ય રીતે પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપન સમિતિ આચાર્ય અને વિદ્યાર્થીઓના વાલીઓ ભેગા મળી સર્વાનુમતે કમિટીની નિમણુંક કરે છે. જ્યારે હાડગુડ પ્રાથમિક શાળામાં એસએમસીની પુનઃ રચના માટે લોકશાહી પધ્ધતિએ ચૂંટણી થતા ગુજરાતમાં નવી પહેલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ચૂંટણીમાં ચાર મહિલા સભ્યોને બિનહરીફ જાહેર કરાયા હતા. જ્યારે અન્ય ચાર પુરુષ ઉમેદવારોમાં આઠ વાલીઓ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

હાડગુડ પ્રાથમિક શાળા
હાડગુડ પ્રાથમિક શાળા

શાળાના મુખ્ય શિક્ષક દ્વારા સભ્યોની પસંદગી માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ

હાડગુડ પ્રાથમિક શાળામાં 840 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આચાર્ય અને શિક્ષકો દ્વારા વાલીઓને એસ.એમ.સી. બાબતે જાગ્રત કરવામાં આવ્યા હતા. ઉમેદવારે તમામ વાલીઓના ઘરે ઘરે જઈને શાળા વિકાસમાં પોતે શું યોગદાન આપશે તેની વાત પ્રચાર દ્વારા કરી હતી. અને પોતાને એસ.એમ.સી. સભ્ય માટે મત આપવા કહ્યું હતુ. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન શાળા પરિસરમાં કરવામા આવ્યુ હતુ. જેમાં શાળાના શિક્ષકોએ ચૂંટણીમા ફરજ બજાવી હતી.

સભ્યોની પસંદગી લોકશાહી પધ્ધતિથી ચૂંટણી દ્વારા કરવામાં આવી

કુલ 840 બાળકોના વાલીમાંથી 577 વાલીઓએ મતદાન કર્યો હતો. જેમાં ઉમેદવાર સભ્યો સૈયદ ખલીલ રજુમીયા, સૈયદ અહેમદ લિયાક્ત, સૈયદ આરીફ રુકનુદીન, સૈયદ સિદ્દીક અશરફ અલી (હાજીસાબ ) વિજયી થયા હતા. હાડગુડ ગામમાં શાળા વ્યવસ્થાપન સમિતિની ચૂંટણીમાં વાલીઓની શાળા પ્રત્યેની જાગૃતતામાં વધારો થયો છે. સભ્યોની પસંદગી લોકશાહી પધ્ધતિથી ચૂંટણી દ્વારા કરવામાં આવી હતી.

વિજેતા થયેલ સભ્યો સૈયદ ખલીલ રજુમીયા , સૈયદ અહેમદ લિયાક્ત , સૈયદ આરીફ રુકનુદીન, સૈયદ સિદ્દીક અશરફ અલી (હાજીસાબ )
વિજેતા થયેલ સભ્યો સૈયદ ખલીલ રજુમીયા , સૈયદ અહેમદ લિયાક્ત , સૈયદ આરીફ રુકનુદીન, સૈયદ સિદ્દીક અશરફ અલી (હાજીસાબ )

એસએમસી કમિટી શું છે ?

ગુજરાત સરકારના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર નિયમ 2009-2010 અમલમાં આવતા અધિનિયમ કલમ 21 મુજબ પાયાના સ્તરે પોતાના ખર્ચે પહોંચી વળવા રાજ્ય સરકાર અથવા સ્થાનિક તંત્ર તરફથી કોઈપણ પ્રકારની સહાય કે ગ્રાન્ટ ન મેળવતી બિન અનુદાનિત (નોન ગ્રાન્ટેડ )શાળાઓ સિવાયની શાળાઓમાં સ્થાનિક સત્તાતંત્રમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શાળામાં દાખલ થયેલા બાળકોને માતા-પિતા કે વાલી અને શિક્ષકોની બનેલી શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની રચના કરવાનું અભિપ્રેત છે. વર્તમાન સ્થિતિએ સર્વ શિક્ષા અભિયાન મિશનના અસરકારક અમલીકરણ માટે તેમજ યોજનાના લાભ પાયાના સ્તરે ગામ સુધી પહોંચે એ માટે શાળા વ્યવસથાપન સમિતિની રચના કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો