ઝઘડો:ખંભાતના પીપલોઈ ગામે ચા બાબતે પિતા અને પુત્રે ભેગા થઈ પત્નિ અને માતાને ઢોર માર મારતા ફેક્ચર થયું

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચા અને મોરસ ન મળતાં ઉશ્કેરાયેલા પતિએ માર માર્યો
  • પિતાનો સાથ આપવા બાજુમાંથી પુત્ર દોડી આવ્યો અને માતાને દંડો ફટકારી દીધો

ખંભાત તાલુકાના પીપળોઈ ગામે ઇદના પવિત્ર તહેવારની પૂર્વ રાત્રીએ શરમજનક ઘટના બની હતી. ઘર, પરિવાર, પતિ અને સંતાનોને માટે જીવનભર ભાર વેઠતી સ્ત્રીને તેના પતિ અને દિકરાએ જ ઢોર માર માટી ફેક્ચર કરી દેતા સમગ્ર પંથકમાં સંવેદનાઓ વહી રહી છે. પિતાને ઘરમાં ચા અને મોરસ ન મળતા બાજુ દિકરાના ઘરેથી ચા મોરસ લઈ ચા મુકવા બાબતે પતિ અને દિકરો ઉશ્કેરાઈ ગયા હતા. તું ચા અને મોરસ કેમ સંતાડે છે તેમ કહી પત્નિ અને માતા સાથે ઝઘડો કરીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખાવાની ધમકી આપતા ખંભાત રુરલ પોલીસ મથકે ફરિયા નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાતના પીપળોઈ તાબે ઈસ્લામપુરામાં ઈસ્માઈલભાઈ મોટાજી ચાવડાનો પરિવાર રહે છે અને બાજુમાં દિકરો આરીફ તેની પત્નિ સાઈન અને બે દિકરીઓ સાથે અલગ રહે છે. મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ઈસ્માઈલભાઈના પત્ની ગામમાં ગયા હોઈ ઘરમાં આવ્યા ત્યારે પતિ ઈસ્માઈલભાઈ ચાવડા અને બાજુમાં રહેતો દિકરો આરીફ ઝગડતા હતા. જે બાબતે પત્નીએ પૂછપરછ કરતા પતિ ઈસ્માઈલભાઈ ઉશ્કેરાઇ ગયા હતા અને તાડુકયા કે મારે ચા બનાવવી હતી અને મને ચા-મોરસ મળ્યા નહિ તો મારે દિકરા આરીફને ત્યાંથી લાવવી પડી છે. તું ચા અને મોરસ કેમ સંતાડી રાખે છે? કહી પતિ ઈસ્માઈલભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને પત્નિને ગમે-તેમ ગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગેલા તે વખતે પતિ ઈસ્માઈલભાઈને સાથ આપવા દિકરો આરીફ ગમે-તેમ ગાળો બોલતો હાથમાં લાકડાનો ડંડો લઈ માતાને ડાબા હાથના કાંડા ઉપર મારતા સોજો આવી ગયો હતો.

દિકરો અને પતિ બન્ને વગર વાંકે પોતાને મારતા હોઈ માતા દંગ રહી ગયા હતા.ચોંધાર આંસુએ બુમાબુમ કરી મુકતા બકરી ઇદના તહેવારે ઘરે આવેલી દિકરી તથા નજીકના ઘરેથી ભાણીયો ફિરોજભાઈ દિપસંગભાઈ ચાવડા(મો.ગ.) તથા બીજા ફળીયાના માણસો આવી જતા તેમને વધુ માર માંથી છોડાવ્યા હતા. છતાં આ સમયે પતિ ઈસ્માઈલભાઈ તથા દિકરો આરીફ માતાને ચીમકી આપતા હતા કે તારા લીધે ઘરમાં ઝગડા થાય છે આજે તો તુ આ બધા આવી ગયા છે એટલે બચી ગઈ છે ઘરેથી જતી રહે નહિ તો તને જીવતી નહી રહેવા દઈએ તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ ઝઘડામાં પરિણીતાને ઢોરમાર મારતાં દુખાવો થતા તે ખંભાત જનરલ હોસ્પીટલમાં સારવાર માટે ગઇ હતી. જ્યાં ડોકટરે તપાસ કરતા ડાબા હાથે ફેકચર થયેલાનું જણાવ્યું હતું અને ડાબા હાથે પાટો બાંધી સારવાર કરી રજા આપતા પરિણીતાએ પતિ ઈસ્માઈલભાઈ અને દિકરા આરીફ વિરૂદ્ધ ખંભાત રૂરલ પોલીસને ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...